ગુજરાતની લોકસભાની 26 સીટોના ઉમેદવાર આ નેતાઓ કરશે ફાઈનલ, પાટીલે જ જાહેર કર્યા નામ
Loksabha Election 2023: લોકસભાની ચૂંટણીમાં કોને ટીકિટ આપવી કોને ન આપવી તે નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ કરશે, પણ લોકસભાની ચૂંટણીમાં જે પણ ઉમેદવાર હોય આપણે ઐતિહાસિક જીત મેળવવા મોરચાઓ મહત્વની ભૂમિકા નિભાવશે તેવો મને વિશ્વાસ છે.
Trending Photos
Loksabha Election 2023: લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે પૂર્વ મંત્રી અને સિનિયર નેતાઓને લોકસભાની જવાબદારી સોંપી છે. ત્યારે કમલમ ખાતે આજે વિવિધ મોરચાની સંયુક્ત બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં મોરચાના કાર્યકર્તાઓ સરકારી યોજનાઓ તેમજ કોરોનાની મહામારીમાં કરેલા કાર્યો, મહિલાઓને સશક્તિકરણના કાર્યો, ખેડૂતોને સશક્ત કરવાના કાર્યો સહિતના વિવિધ કાર્યોને જન જન સુઘી પહોંચાડવા વાત કરાઈ હતી. આ સિવાય સીઆર પાટિલે ગુજરાતની લોકસભાની 26 સીટોના ઉમેદવાર કોણ નક્કી કરશે તેના પર એક નિવેદન આપ્યું હતું.
દેશ આજે વિકાસની નવી નવી ઉંચાઇ પર જઇ રહ્યો
બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું સ્વપ્ન આપણી સૌ સમક્ષ મુકયું છે અને ભારતને વિકસિત બનાવવા માટે દરેક ક્ષેત્રે કામ કર્યુ છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બનતા દેશ આજે વિકાસની નવી નવી ઉંચાઇ પર જઇ રહ્યો છે. દેશના વડાપ્રધાને જે પણ કામ કહ્યા તે કરી બતાવ્યા છે એટલે જ આજે દેશની જનતાને “મોદીની ગેરંટી” પર વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પણ સરકારી યોજના જાહેર કરી છે, તેને મોરચાના કાર્યકરો લાભાર્થીઓને વધુમાં વધુ અપાવવા પ્રયાસ કરે. કોંગ્રેસની સરકારમાં જે કામ નહોતા થયા તે કામ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા છે તેની માહિતી જનતા સુધી મોરચાના કાર્યકરો પહોંચાડવી જોઇએ.
આ કાર્યોને જનતા સુધી પહોંચાડવા અનુરોધ
પાટીલે મોરચાઓની જવાબદારી અંગે જણાવતા કહ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મળ્યો છે. તેમાં દરેક મોરચાએ મહત્વની ભૂમિકા નિભાવી છે અને હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોરચાના કાર્યકર્તાઓ સરકારી યોજનાઓ તેમજ કોરોનાની મહામારીમાં કરેલા કાર્યો, મહિલા સશક્તિકરણના કાર્યો, ખેડૂતોને સશક્ત કરવાના કાર્યો સહિતના અનેક કાર્યોને જન જન સુઘી પહોંચાડવા જોઇએ. મોરચાએ તેમના વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરવા જોઇએ.
લોકસભાની ચૂંટણીમાં કોને ટીકિટ આપવી કોને ન આપવી તે નિર્ણય મોદી અને શાહ કરશે
તેમણે ઉમેર્યું હતું કે, મને મોરચાની તાકાત પર વિશ્વાસ છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકમાં જીતની હેટ્રીક થવાની જ છે, તે નિશ્ચિત છે. પરંતુ દરેક બેઠક પાંચ લાખથી વધુના મતોથી જીતવાનો પ્રયત્ન દરેક મોરચાના કાર્યકર્તાઓ કરે. મોરચાના કાર્યકર્તાઓ દ્વારા બુથ કેવી રીતે મજબૂત કરવું અને બુથ સંપર્ક કેવી રીતે વધારી શકાય તે અંગે વિસ્તૃત માહિતી પણ આપી. લોકસભાની ચૂંટણીમાં કોને ટીકિટ આપવી કોને ન આપવી તે નિર્ણય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ કરશે, પણ લોકસભાની ચૂંટણીમાં જે પણ ઉમેદવાર હોય આપણે ઐતિહાસિક જીત મેળવવા મોરચાઓ મહત્વની ભૂમિકા નિભાવશે તેવો મને વિશ્વાસ છે.
ગુજરાત તમામ 26 બેઠકમાં ઐતિહાસીક મતોથી જીતશે: પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર
પ્રદેશ સંગઠન મહામંત્રીએ બેઠકને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરતના કાર્યકરોને જે લક્ષ્ય મળે તેને મેળવવા મહેનત કરતા હોય છે. મોરચાના કાર્યકર્તાઓ તેમના વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજના અને સરકારે જન હિતમાં કરેલા અનેક કાર્યોની માહિતી તેમના વિસ્તારમાં પહોંચાડવી જોઇએ. દરેક મોરચાના આગામી કાર્યક્રમો કેવી રીતે સફળતા પુર્વક પુર્ણ કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. આવનાર લોકસભા ચૂંટણીમાં મોરચાના કાર્યકર્તોની જવાબદારી પણ મહત્વની છે. સરકારની યોજના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોની માહિતી કેવી રીતે જનતા સુધી લઇ જવી જોઇએ તે અંગે પણ માર્ગદર્શન આપ્યું. આવનાર લોકસભા ચૂંટણીમાં ગુજરાત તમામ 26 બેઠકમાં ઐતિહાસીક મતોથી જીતે તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે