• 18 થી 44 વર્ષના અઢી લાખ અને 46 થી વધુ ઉંમરના અઢી લાખ લોકોને કરાયું વેક્સીનેશન

  • રાજકોટ મનપા પાસે વેક્સીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

  • રસી મુકાવવાને લઈને લોકોની ગેર માન્યતાઓ દૂર થઈ રહી છે: ઉદિત અગ્રવાલ


ગૌરવ દવે/ રાજકોટ: ગુજરાતમાં સૌથી પહેલો જ્યાં કોરોનાનો કેસ (Corona Case) નોંધાયો હતો તે રાજકોટ (Rajkot) શહેરની વસ્તીના ત્રીજા ભાગમાં એટલે કે, 33 ટકા લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine) મુકવામાં આવી હોવાનો રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે (Rojkot Health Department) દાવો કર્યો છે. 18 વર્ષથી 44 વર્ષ સુધીના અઢી લાખ લોકોને જ્યારે 45 થી મોટી ઉંમરના અઢી લાખ લોકોને વેક્સીન (Vaccine) મુકવામાં આવી હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે (Udit Agrawal) જણાવ્યું હતું કે, રાજકોટમાં (Rajkot) પાંચ લાખ કરતા વધુ લોકોએ કોરોના રસી લઈ લીધી છે. 18 વર્ષથી 44 વર્ષના લોકોનું રસીકરણ (Vaccination) કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2.5 લાખ કરતા વધુ યુવાનોએ રસીકરણ કરાવ્યું છે. જ્યારે 44 થી મોટી ઉંમરના 2.5 લાખ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. વયસ્કોને હાલ બીજો ડોઝ આપવાની કામગીરી પુર જોશમાં ચાલી રહ્યું છે.


આ પણ વાંચો:- રણમાં 6 ફૂટના અંતરે રહસ્યમય રાક્ષસી પગલાં મળી આવ્યા, શું આદિમાનવનું અસ્તિત્વ છે?


વેક્સીનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: કમિશ્નર
અગાઉના નિયમો મુજબ અત્યાર સુધીમાં 5 લાખ લોકોને વેક્સીનના બંન્ને ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં શહેરની 33 ટકા વસ્તીને આવરી લેવામાં આવી છે. હજુ પણ 18 વર્ષથી 44 વર્ષના યુવાનોનું રસીકરણ અભિયાન ચાલુ છે. જેમાં દરેક કેન્દ્ર પર 200 લોકોને વેક્સીન મુકવામાં આવી રહી છે. વેક્સીનનો પૂરતો જથ્થો રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે.


આ પણ વાંચો:- કેરીની આવક અને ભાવ પર વાવાઝોડાની અસર, જૂનાગઢ વંથલી યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ


રસી મુકાવવાને લઈને લોકોની ગેર માન્યતાઓ દૂર થઈ રહી છે: ઉદિત અગ્રવાલ
રાજકોટ શહેરમાં મોટા પ્રમાણમાં લોકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રસી મુકાવવાને લઈને શહેરી વિસ્તારમાં લોકોમાં રહેલી ગેર માન્યતાઓ હવે દૂર થઈ રહી છે. લોકો હવે સામે ચાલીને વેકસીન મુકાવવા આવી રહ્યા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવી સ્લોટ પણ બુક કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube