પાટડી તાલુકાના રણમાં 6 ફૂટના અંતરે રહસ્યમય રાક્ષસી પગલાં મળી આવ્યા, સર્જાયું કુતુહલ

સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં આવેલા પાટડી (Patdi) તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જોવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢથી બે ફુટનું અંતર હોઇ છે.

પાટડી તાલુકાના રણમાં 6 ફૂટના અંતરે રહસ્યમય રાક્ષસી પગલાં મળી આવ્યા, સર્જાયું કુતુહલ

મયુર સાંઘી, સુરેંદ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં આવેલા પાટડી (Patdi) તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જોવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢથી બે ફુટનું અંતર હોઇ છે, પરંતુ આથી આ છ ફુટના અંતરના પગલાના નિશાન દેખાતા કુતુહલ ઉભુ થયુ છે. અને હવે સ્થાનિકો તંત્ર આ પગલા બાબતે તપાસ કરે અને આદિ માનવનું અસ્તિત્વ છે કે પછી અન્ય કોઇ કારણ તે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. 

દશાડા (Dashada) પાટડી (Patdi) તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણ (Desert) માં ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલી સફેદ ક્ષારયુક્ત જમીનમાં જ્યારે સ્થાનિકોએ અંદાજે છ-છ ફુટના અંતર રાક્ષસી માનવ જેવા 300 જેટલા પગલાં જોતાં કુતુહલ પેદા થયુ હતું અને આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું અંતર જોવા મળ્યું હતું. 

 

આ પગલાની દિશા જોતા પૂર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોઇ તેવો અંદાજ છે. સ્થાનિકોનું માનવુ છે કે જો કોઇ વ્યક્તિ કૂદકા મારીને જાય તો પણ 300 જેટલા પગલા ન હોઇ અને બંને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોઇ. હવે આ રાક્ષસી માણસ કોણ છે અને ક્યાં ગયો છે તે અંગે કોઈ માહિતી સ્થાનિકોને મળી નથી.

આ રણ (Desert) માં મળી આવેલા છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે. પરંતુ કોઇ આટલી મોટી છલાંગ કોઇ પર ગ્રહવાસી એલિયનની કે દાનવની માયાજાળ હોઇ શકે છે. પરંતુ હાલ આ પગલાઓ સ્થાનિકોએ જોતા રણમાં મીઠાના ભાગમાં સફેદમાં ઊપસી આવેલા પગલાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. 

હાલ તો લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાઇ નહી તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની મીઠી માનવ પરથી પડદો પાડે કે આ કોઇ બીજા ગ્રહના રાક્ષસી માનવ છે કે કોઇ બીજા ગ્રહના માનવી પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ આરંભે છે તેની પર સ્થાનિકોની મીટ મંડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news