રવિ અગ્રવાલ/વડોદરાઃ કોરોના વાયરલને કારણે ચાલી રહેલાં લૉકડાઉનમાં વડોદરા શહેરમાં રેતી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. હરણી રોડ પર આવેલ સેવન સ્કાય સ્કીમના બિલ્ડરે માટી ચોરીનું કૌભાંડ કર્યું છે. તેણે મહાનગર પાલિકાના પ્લોટમાંથી માટીની ચોરી કરી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. હવે પાલિકાએ આ માટી ચોરીની કામગીરી અટકાવી છે. બિલ્ડરને આ મામલે નોટિસ પણ ફટકારવામાં આવી છે. 


ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓની મીલીભગતની આશંકા
હરણી રોડ પર મહાનગર પાલિકાનો પ્લોટ આવેલો છે. ત્યાંથી લૉકડાઉન દરમિયાન સ્ટાય એવન સ્કીમના બિલ્ડરે માટી ચોરી કરી છે. લૉકડાઉનનો લાભ બિલ્ડરે ઉઠાવી ત્યાંથી માટી ભરીને રવાના કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની નજર પડતા તેણે ફરિયાદ નોંધાવી હતી. હવે પાલિકાએ આ બિલ્ડરને નોટિસ ફટકારી છે. તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. 40 જેટલા ડમ્પર માટીની ચોરી કરી છે. તો હાલ આ ઘટનામાં અધિકારીઓના મીલીભગતની પણ આશંકા સેવાઈ રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube