Mahuva Gujarat Chutani Result 2022 : હાઈ પ્રોફાઈલ જંગમાં ભાજપે ગઢ સાચવ્યો, જાણો વિગતવાર માહિતી
Talaja Gujarat Vidhan Sabha Result 2022: ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી તળાજા વિધાનસભા 100 નંબરની બેઠક છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત તળાજા તાલુકા અને ધોધા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તળાજામાં કુલ મતદારોની સંખ્યા 2,04,794 છે, જેમાં 95,895 મહિલા અને 1,08,899 પુરૂષ છે. સમગ્ર તળાજા વિધાનસભામાં કુલ 237 મતદાન મથકો છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગઢ સાચવ્યો. ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે જીત મેળવી છે.

તળાજા વિધાનસભા બેઠકઃ -
અહીં જોવા લાયક સ્થળોમાં તળાજાની ગુફાઓ અને જૈન મંદિરોનો સમાવેશ થાય છે. અહીં ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ સ્પાથત્ય શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફા, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, આ એભલ મંડપ એભલ વાળાના નામથી ઓળખાતો હોવાનું મનાય છે. આ ગુફાઓ ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરાયેલા છે.
કોળી સમાજના 68 હજાર મતદારો તળાજા બેઠક પર વર્ચસ્વ ધરાવે છે. આ સાથે જ બ્રાહ્મણ મતદારોનુ પણ અહીં વર્ચસ્વ જોવા મળે છે. 30 હજાર બ્રાહ્મણ મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉપરાંત 14 હજાર ક્ષત્રિય મતો 20 હજાર આહિર મતોનું આ બેઠક પર પ્રભુત્વ છે.
2022ની ચૂંટણી: -
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ગૌતમ ચૌહાણ
કોંગ્રેસ કનુ બારૈયા
આપ લાલુબેન ચૌહાણ
2017ની ચૂંટણી: -
2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તળાજા વિધાનસભા બેઠક પર ભાજપે ગૌતમભાઈ ચૌહાણ અને કોંગ્રેસે કનુભાઈ બારૈયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના કનુભાઈ મથુરામભાઈ બારૈયાએ જીત મેળવી હતી. તેમણે 66862 મત મેળવીને ભાજપના ગૌતમભાઈ ચૌહાણને હરાવ્યા હતા.
2012ની ચૂંટણી: -
આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 1995થી અત્યાર સુધી ભાજપ અહીં એક પણ ચૂંટણી હારી નથી. 2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના શિવાભાઈ જેરામભાઈ ગોહિલનો કોંગ્રેસના પ્રવિણભાઇ સામે 9223 મતની લીડથી વિજય થયો હતો.