Gir Somnath ગીર સોમનાથ : વર્ષો પેહલા ગીર સોમનાથ જિલ્લામાં ધમધમતી સુર ફેક્ટરી વર્ષોથી બંધ થઈ છે ત્યારે શેરડીનો ગઢ ગણાતા ગીરના ખેડૂતોની સ્થિતિ સમય સાથે દારુણ થતી જઈ રહી છે. એક સમયે જેના પર ગીરનાં ખેડૂતો ગર્વ કરી રહ્યાં હતાં તે સુગર મિલો આજે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ગીરમાં મીઠી મધુરી શેરડીના હબ મનાતા તાલાલા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે. ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાલાળામાં બંધ થયેલ સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તો ખેડુતોને શેરડીમાં પૂરતા ભાવ મળે અને પાયમાલીમાંથી બહાર આવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી ગીર સોમનાથમાં ધમધમતી સુગર ફેક્ટરીઓ એક પછી એક બંધ થવા લાગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગીર સોમનાથમાં મીઠી શેરડીનું હબ ગણાતા તાલાલા તાલુકામાં સુગર મિલ બંધ થતા ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી થઈ છે. તાલાલા સુગર ફેક્ટરીના 6 હજાર 625 ખેડૂતો સભાસદ છે. 1020 કર્મચારીઓ અને 6 હજાર મજૂર સહિતના લોકો પર સુગર મિલ બંધ થઈ જતા અસર પડી છે. ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે ફેક્ટરી બંધ થઈ હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. સુગર મિલ બંધ થતા ગોળના રાબડાની સંખ્યા વધી છે પરંતુ અહીં ખેડૂતોને શેરડીના પુરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોની માંગ છે કે, સુગર ફેક્ટરીને ફરી બેઠી કરવામાં આવે તો તેમને શેરડીના પુરતા ભાવ મળી રહે.


આજે અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી અનેક ટ્રેન રદ, અપડાઉન કરનારાઓને અઘરુ પડશે


ગીર-સોમનાથની ઉના કોડીનાર અને તાલાલા ખાંડ ફેકટરી બંધ થતાં અનેક લોકોની રોજીરોટી છીનવાઈ છે. તાલાલા ખાંડ ફેક્ટરીના 6625 હજાર ખેડૂતો સભાસદ છે. 1,020 કર્મચારી અને 6 હજાર મજૂર સહિત 25000 લોકો અને ખેડૂતો આ સુગરમિલ બંધ થતાં રાતાપાણીએ રડી રહ્યા છે. ખેડૂતો અને સુગર મીલ સંચાલકો સરકાર સામે મીટ માંડી બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે, ગીર સોમનાથની તાલાલા સુગર મીલ ભ્રષ્ટાચાર, અણઆવડત અને નબળા મેનેજમેન્ટના કારણે બંધ થઈ છે.’ આ સુગર મીલો બંધ થતા 150થી વધુ ગોળના રાબડા ધમધમતા થયા છે. સુગર મીલ ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 2500 થી 3000 આપતી હતી, જ્યારે રાબડાઓમાં 1500 થી 2000 ભાવ મળે છે. સુગર મીલો બંધ થતાં ગોળનું ઉત્પાદન વધ્યું છે. જ્યારે ગોળના ભાવો ઘટ્યા છે. આથી શેરડીના ભાવ પણ ઘટ્યા છે. ખેડૂતો પણ હવે શેરડીનું વાવેતર ઘટાડી રોકડીયા પાકો તરફ વળ્યાં છે. જેમાં શેરડી કરતા દવા, ખાતર, વગેરેનો ખર્ચ વધી જાય છે.


આ નબીરાઓને કોણ કરાવશે કાયદાનું ભાન : નારોલ બ્રિજ પર કાર રોકીને ડાન્સ કર્યો


ખેડૂત અગ્રણી ડી બી સોલંકી એ જણાવ્યું હતું કે 1968 માં શરૂ થયેલ તલાલાની સુગર ફેક્ટરી તાલાલાની આનબાન અને શાન ગણાતી હતી. તે જ કંપની ઉપર અત્યારે હાલ 50 કરોડ રૂપિયાનું દેવું છે અને જો સરકાર તેને ભરપાઈ કરી આપે તો ફરીથી આ સુગર ફેક્ટરી ધમધમતી થઈ શકે છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ પણ તાલાલા સુગર ફેક્ટરી ચાલુ કરાવવાને લઈને ચૂંટણી ટાણે વચનો આપે છે. પરંતુ ચૂંટણી પૂરી થઈ ગયા બાદ નેતાઓ પણ આ ભૂલી જાય છે. આ સુગર ફેક્ટરીમાં કુલ 25000 થી વધારે લોકોની રોજેરોટી આ સુગર ફેક્ટરી થતી મળી રહેતી હતી અને દરરોજનો 1500 થી 2000 ગુણી ખાંડનું ઉત્પાદન થતું હતું પરંતુ તે હવે ધૂળ ખાઈ રહી છે.


સુગર ફેક્ટરી ઈન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર ચીનાભાઇ કામળિયાએ આ અંગે જણાવ્યું કે, આ સુગર ફેક્ટરી 2012 દુષ્કાળ પડ્યો હતો ત્યારે બંધ થઈ હતી ત્યાર પછી ખેડૂતોએ શેરડી વાવવાનું ઓછું કરી દીધું હતું. જેના કારણે અમે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ આપી ના શક્યા જેના કારણે ખેડૂતો રાબડા તરફ વળી ગયા અને કંપનીને બંધ કરવાનો વારો આવ્યો.


આજે ભૂલથી પણ ગાંધીનગરના આ રસ્તાઓ પર ન નીકળતા, ફિલ્મફેર એવોર્ડસને કારણે રહેશે બંધ