Talati Exam 2023 હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીથી દ્વારકાના ભાટિયા તલાટીની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓમાં કચવાટ છે. એસટીએ ભાટિયાના બદલે દ્વારકા સુધીની ટિકિટ આપતા ઉમેદવારોને વધુ ભાડું ભરવું પડ્યું હતું. તલાટીની પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોને તકલીફ ન પડે એ માટે એસટી બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ તેમાં વધારાનું ભાડું લેવામાં આવ્યું હોવાના આરોપો કરવામાં આવ્યા છે. જામનગર, જામખંભાળિયા, ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં મોરબીના મોટાભાગના ઉમેદવારોના બેઠક કેન્દ્ર આવ્યા હતા. પરંતુ તેઓની પાસેથી ભાટિયા કે તેની આસપાસના સેન્ટરની ટિકિટ લેવાના બદલે દ્વારકાની જ ટિકિટો લેવામાં આવી હતી અને આવું શા માટે કરવામાં આવ્યું તે તપાસ કરવાની વાલીઓની અપીલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી શહેરમાંથી મોટી સંખ્યામાં અન્ય જિલ્લાઓમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા દેવા માટે તેને ઉમેદવારો જઈ રહ્યા હતા ત્યારે દ્વારકા જીલ્લાના ભાટિયા તરફ જે વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા જવાની હતી. તેને ભાટિયા બસ સ્ટેશનની ટિકિટ આપવાના બદલે એસટી બસ દ્વારા દ્વારકાની ટિકિટ આપવામાં આવી હતી, જેથી કરીને ક્યાંકને ક્યાંક ઉમેદવારો અને તેના વાલીઓમાં કચવાટની લાગણી જોવામાં આવતી હતી અને શા માટે થઈને ઉમેદવારો ઉપર વધારાના ૪૫ કિલો મિટરનું ભાડું ચડે તે પ્રકારની ટિકિટો મોરબી એસટી ડેપોમાંથી આપવામાં આવતી હતી તે પણ એક તપાસમાં વિષય છે. 


રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે પરીક્ષા લેવાની છે અને સમયસર વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસ અને એક્સ્ટ્રા રેલ્વેની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને લૂંટવા જેવો ઘાટ મોરબીમાં જોવા મળ્યો હતો. મોરબીથી કચ્છ, જામનગર અને દ્વારકા તરફ જે ઉમેદવારોને પરીક્ષા દેવા માટે જવાનું હોય તેના માટે કુલ મળીને નવ જેટલી એક્સ્ટ્રા બસો એસટી વિભાગ દ્વારા મૂકવામાં આવી હતી. જોકે તેમાં ઉમેદવારોને જે સેન્ટર ઉપર જવું હોય તે સેન્ટર ની ટિકિટ આપવાના બદલે તેનાથી આગળના સેન્ટર સુધીની ટિકિટો ધારાહાર આપવામાં આવતી હતી તેવું પરીક્ષા આપવા માટે જઈ રહેલા ઉમેદવારો અને તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લામાં આવતા ભાટિયા સેન્ટર અને તેની આસપાસના વિસ્તારમાં જે મોરબીના ઉમેદવારોના કેન્દ્રો હતા. 


ઉમેદવારોને ભાટીયાની ટિકિટ આપવાના બદલે દ્વારકાની ટિકિટ આપવામાં આવતી હતી. એટલે કે ઉમેદવારોને ના છૂટકે એસટી વિભાગને વધારાના ૪૫ કિલો મીટરનું ભાડું આપવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વધુમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલા ઉમેદવારો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જામનગર, જામખંભાળિયા, ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં મોરબીના મોટાભાગના ઉમેદવારોના બેઠક કેન્દ્ર આવ્યા હતા. પરંતુ તેઓની પાસેથી ભાટિયા કે તેની આસપાસના સેન્ટરની ટિકિટ લેવાના બદલે દ્વારકાની જ ટિકિટો લેવામાં આવી હતી. 


આવું શા માટે કરવામાં આવ્યું એસટી વિભાગના સ્ટાફ દ્વારા તે પણ એક તપાસનો વિષય છે. એક બાજુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સગવડ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાની વાતો કરવામાં આવી છે અને બીજી બાજુ આ રીતે ઉમેદવારો પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને એડવાન્સ બુકિંગમાં ધરાહાર દ્વારકાની ટિકિટો ભાટીયાના બદલે આપવામાં આવી છે. જેથી કરીને ઉમેદવારોમાં પણ કચવાટની લાગણી હતી.