Talati-Junior Clerk Waiting: ગુજરાતમાં સરકારી ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તલાટી અને જુનિયર ક્લાર્કના વેઈટિંગ લિસ્ટને લઈને સમાચાર આવી રહ્યા છે. જેના કારણે ઉમેદવારો આતુરતા પૂર્વક આવા સમાચાર પણ નજર રાખીને બેઠા હોય છે. ત્યારે તલાટી તથા જુનિયર કલાર્કના વેઈટિંગ લિસ્ટની રાહ જોતા ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...


પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે ટ્વીટર પર એક પોસ્ટ કરી છે. જેમાં જુનિયર ક્લાર્કનું બીજું વેઇટીંગ લિસ્ટ અને તલાટી કમ મંત્રી માટેનું ચોથું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોવાની વાત કરી છે. તલાટીનું બીજું વેઇટીંગ લિસ્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ બહાર પડાશે.


અરેરે! પતરાના શેડમાં ચાલી રહી છે ભાવનગરમાં સરકારી હૉસ્પિટલ, 40 ગામના દર્દીઓને હાલાકી


ઉલ્લેખનીય છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે ગઈકાલે (ગુરુવાર) સોશિયલ મિડીયામાં ટ્વીટ કરીને એક જાણકારી આપી હતી. ટ્વીટમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે. તે પૂર્ણ થતા યાદી બહાર પાડવામાં આવશે. પશુ નિરીક્ષકની ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે.


શું હોય છે Blue Aadhaar Card? તમારા આધાર કરતાં કેટલું હોય છે અલગ, આ રીતે કરો એપ્લાય