ઉપલેટા : તાલુકાના રીના સોમાજી સીંગરખિયા (ઉ.વ 18) અને ખીરસરા ગામે રહેતા અનિલ મનસુખભાઇ મહીડાએ (ઉ.વ 22) પ્રેમલગ્ન કર્યા હતા. જેના કારણે રીનાનો પરિવાર નાખુશ હતો અને તેના પિતા સોમજી તથા ભાઇ સુનીલે બદલો લેવાનો વિચાર કર્યો હતો. જેના પગલે કાવતરૂ રચીને તેણે પોતાની જ પુત્રી તથા જમાઇની હત્યા કરી નાખી હતી. કુંભારવાડાના નાકે આવેલા સતીમાતાના મંદીર નજીકથી પસાર થઇ રહેલી દિકરી તથા તેના પતિની છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 12 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં મૃતક યુવકના પિતા મનસુખ મહીડાએ ફરિયાદ દાખલ કરાવી હતી. તેઓ પોતાનાં પરિવાર સાથે રહે છે. સંતાનમાં બે દીકરા અને એક દરી છે. મોટો દિકરો અનિલ 6 મહિના પહેલા ઉપલેટા તાલુકાના અરણી ગામે રહેતા સોમજીભાઇ સીંગરખીયાની દીકરી રીના સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. દીકરો બાયાવદર કોલેજમાં અભ્યાસ માટે જતો હતો. તે દરમિયાન અરણી ગામના સોમજીભાઇ જેઠાભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે પ્રેમમાં પડ્યો હતો. ત્યાર બાદ બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 


જો તમે આ કંપનીનું તેલ ખાતા હો તો સાવધાન, સીધા જ કેન્સરનાં ભોગ બની જશો


અગાઉ રિનાના પિતાએ ભાયાવદરમાં અનિલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેના પગલે અનિલની ધરપકડ થઇ હતી અને તે 6 મહિના જેલમાં પણ રહ્યો હતો. જેલમાંથી છુટીને ઘરે આવ્યા બાદ રીના પણ અનિલ સાથે રહેવા આવી ગઇ હતી. ત્યાં તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. જેના પગલે રીનાના ઉશ્કેરાયેલા પિતા અને ભાઇએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમે રીના અને અનિલને પતાવી નહી દઇએ ત્યાં સુધી શાંતિ નહી થાય. ત્યાર બાદ રીનાને દાંતમાં દુખાવો થતા અનિલ તેને દવાખાને લઇને જઇ રહ્યો હતો. ત્યારે અચાનક સોમાજી અને અનિલ મહીડા અચાનક આવી ગયા હતા અને બંન્નેની આડેધડ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube