જો તમે આ કંપનીનું તેલ ખાતા હો તો સાવધાન, સીધા જ કેન્સરનાં ભોગ બની જશો

જો તમે તમારા ઘર માટે તેલની ખરીદી કરી રહ્યા છો તો સાવધાન થઇ જજો. કારણ કે પ્રખ્યાત કંપનીના નામે નકલી તેલ પણ બજારમાં વેચાય રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તમામ આરોપીઓએ પોતાની રીતે બનાવેલ ખાદ્ય તેલના ડબ્બા પર એક ખ્યાતનામ કંપનીના બ્રાન્ડના સન ફ્લાવર તેલના નામનો લોગો બનાવી લોગોનો દુરુપયોગ કરી બનાવટી સ્ટીકર લગાવી પોતાના આર્થીક ફાયદા માટે તેલના ડબ્બાનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરી કંપની તેમજ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી છે.
જો તમે આ કંપનીનું તેલ ખાતા હો તો સાવધાન, સીધા જ કેન્સરનાં ભોગ બની જશો

ઉદય રંજન/અમદાવાદ : જો તમે તમારા ઘર માટે તેલની ખરીદી કરી રહ્યા છો તો સાવધાન થઇ જજો. કારણ કે પ્રખ્યાત કંપનીના નામે નકલી તેલ પણ બજારમાં વેચાય રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તમામ આરોપીઓએ પોતાની રીતે બનાવેલ ખાદ્ય તેલના ડબ્બા પર એક ખ્યાતનામ કંપનીના બ્રાન્ડના સન ફ્લાવર તેલના નામનો લોગો બનાવી લોગોનો દુરુપયોગ કરી બનાવટી સ્ટીકર લગાવી પોતાના આર્થીક ફાયદા માટે તેલના ડબ્બાનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરી કંપની તેમજ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી છે.

એક પ્રખ્યાત તેલની કંપનીના કસ્ટમર કેરમાંફોન આવ્યો હતો કે, તમારા નામના લોગોનો દુરૂપયોગ કરીને બનાવટી તેલના ડબ્બાઓનું શાહપુરની એક કરિયાણાની દુકાનમાં વેચાય છે. આ માહિતી મળતાની સાથે જ ઓઇલની કંપનીના જવાબદાર લોકોએ શાહપુર પોલીસેનો સંપર્ક કરીને પોલીસને સાથે રાખીને શાહપુરમાં આવેલ ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસને પ્રખ્યાત ઓઇલ કંપનીના બનવાટી લોગો સાથેના 5 તેલના ડબ્બા મળી આવ્યા હતા. ત્યારે ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક વિપુલભાઇ ચંદુલાલ ઠક્કરને પુછતા આ નકલી તેલના ડબ્બાઓ પાલડી ગામ ખોડીયાર ચોકમાં આવેલ એક દુકાનમાંથી મંગાવતો હોવાનું જણાવ્યું હતું. 

શાહપુર પોલીસે પાલડી ગામમાં તપાસ કરતા પાલડી ગામના ખોડીયાર ચોકમાં આવેલ દુકાનોમાંથી બે દુકાનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેમાં પ્રથમ દુકાન યોગીરાજ ડીસ્ટ્રીબ્યુટર નામની હતી. દુકાન માલિક નિકુંજભાઈ કનુભાઈ મહેતા હોવાનુ જાણવા મળ્યું હતું. અને પ્રથમ દુકાન યોગીરાજ હતી. જે દુકાનમાંથી ૧૫ લીટરના નકલી રીફાઇન્ડ ઓઇલના ડબ્બા નંગ -૧૦ મળી આવ્યા હતા. ત્યાર બાદ બીજી દુકાન શ્રી નારાયણ પ્રોવીઝન સ્ટોર નામની દુકાન હતી. જેના મલિકનું નામ અલ્પેશભાઇ અરવિંદ ઠક્કર હતું. બીજી દુકાનમાંથી પોલીસને નકલી તેલના ૧૫ લીટરના ૨૨ ડબ્બા મળી આવ્યા હતા.

પોલીસે આ બન્ને વેપારીને આ તેલના ડબ્બા ક્યાંથી લાવ્યાપૂછતા અસફાક કાસમ ખોલીયાવાળા પાસેથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અસફાક કાસમ ખોલીયાવાળાની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તમામ નકલી તેલના ડબ્બા ઓઢવ ખાતેના મહેશ પટેલ પાસેથી લાવતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી મહેશ પટેલના સંભવિત સ્થળ પર તપાસ કરતા આરોપી મહેશ પટેલ ફરાર થઇ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ફરાર આરોપી સામે અગાઉ પણ નકલી તેલ વેચવાનો ગુનો અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યો છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી મહેશ પટેલ પોલીસની ગિરફ્તમાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ શખ્સ નકલી તેલનો વેપાર ક્યારથી કરે છે ક્યાંથી આ નકલી તેલ લાવે છે એ સહીતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આરોપી ના નામ
* વિપુલભાઇ ચંદુલાલ ઠક્કર
* નિકુંજભાઈ કનુભાઈ મહેતા
* અલ્પેશભાઇ અરવિંદ ભાઈ ઠક્કર
* અસફાક ભાઈ કાસમભાઇ ખોલીયાવાળા
વોન્ટેડ આરોપી
* મહેશભાઇ પટેલ

ઝડપાયેલો મુદ્દામાલ 
નકલી ખાદ્ય તેલના 37 ડબ્બા જેની કિંમત ૧,૩૩,૨૦૦ / - 
મોબાઇલ ફોન નંગ ૦૪ કિંમત  ૩૬,૦૦૦ / - 
કુલ્લ મુદ્દામાલ કિંમત  ૧,૬૯,૨૦૦ / -
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news