તાલુકા વિકાસ અધિકારીએ પોતાની જ પુત્રવધુ પાસે દહેજમાં લાખો રૂપિયા માંગ્યાનો આરોપ
તાલુકા વિકાસ અધિકારી સસરા સહિત સાસરિયાએ પુત્રવધુને સળગાવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલુજ નહી દહેજ પેટે મહિલા પાસેથી 29 લાખ રૂપિયા પડાવ્યા હોવા છતા વધુ પૈસાની માગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસને ભણતર સાથે ગણતર નથી આવડતું તેની પ્રતીતિ કરાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો. જ્યા તાલુકા વિકાસ અધિકારીના પરિવાર સામે દહેજ લેવાનો આરોપ લાગ્યો અને તે પણ તેની જ પુત્રવધુ દ્વારા આ આરોપ લગાવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા ડીસાના કરણ ડગલાં સાથે થયા હતા.
મૌલિક ધામેચા / અમદાવાદ: તાલુકા વિકાસ અધિકારી સસરા સહિત સાસરિયાએ પુત્રવધુને સળગાવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલુજ નહી દહેજ પેટે મહિલા પાસેથી 29 લાખ રૂપિયા પડાવ્યા હોવા છતા વધુ પૈસાની માગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસને ભણતર સાથે ગણતર નથી આવડતું તેની પ્રતીતિ કરાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો. જ્યા તાલુકા વિકાસ અધિકારીના પરિવાર સામે દહેજ લેવાનો આરોપ લાગ્યો અને તે પણ તેની જ પુત્રવધુ દ્વારા આ આરોપ લગાવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા ડીસાના કરણ ડગલાં સાથે થયા હતા.
આધેડ મહિલાએ પ્રેમને પામવા માટે પતિનું જ ઢીમ ઢાળી દીધું, ફિલ્મને ટક્કર મારે તેવી સ્ટોરી
જો કે લગ્ન બાદ મહિલાના પતિ સાસુ સસરા સહિતના પરિવારજનો કોઈના કોઈ બહાના હેઠળ સતત 4 વર્ષ સુધી મહિલાને માનસિક ત્રાસ આપીને અને 29 લાખ રૂપિયા દહેજ ના નામે પડાવ્યા હતા. દહેજના ભૂખ્યા સાસરિયાએ નામાત્ર દહેજ માટે પણ મહિલાને બાળક ના થતા તેને વારંવાર મહેણાં ટોણા મારીને પરેશાન કરતા. હદ તો ત્યારે થઈ જ્યારે આજ વાતને લઈને સાસુ સસરા નણંદ સહિતના પરિવારજનોએ મહિલાને પકડી ગેસની પાઇપ નાખીને તેના પતિ એ માચીસ પકડીને સળગાવાનો પ્રયત્ન કર્યો. નવાઈની વાત છે કે પરિણીતાના સસરા ડીસામા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. દહેજ લેવાનો સિલસિલો ત્યારે શરૂ થયો, જ્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સસરા સામે શૌચાલય બનાવવા અંગેના વિવાદ બાબતે તેની સામે કેસ થયો.
Scratch and Win ના નામે ઓનલાઇન ઠગાઈ કરનાર ટોળકીનો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ
આ કેસ બાબતે મહિલાને જવાબદાર હોવાનું કહીને તેના પિતા પાસેથી પૈસા પરત કરવાની શરતે સાસુ સસરા અને પતિ એ 15 લાખ રૂપિયા મેળવ્યા હતા. એક પછી એક બહાના કાઢીને આ પરિણીતાના પિતા પાસેથી સાસરિયા પૈસા પડાવતા. મહિલાના પતિના GPSC ના અભ્યાસ માટે પણ 10 લાખ રૂપિયા તેના પિતા પાસેથી પડાવ્યા હતા. આટલાથી સંતોષ ના થતા મામલો ત્યારે બીચકયો જ્યારે દહેજ ના ભૂખ્યા પતિએ હોટલનો વ્યવસાય કરવા મહિલાને તેના પિતા પાસે થી 10 લાખ રૂપિયા માગ્યા હતા. પણ મહિલાએ તેના પિતા પાસેથી પૈસા લાવાની મનાઇ કરતા. મહિલાના પતિએ છુટા છેટા આપવાની અને મારી નાંખવાની ધમકી આખરે મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. .હાલ તો પોલીસ એ સમગ્ર મામાલે સાસુ સાસરા સહિત મહિલાના પતિ અને નણંદની ધપરકડ કરી છે. પણ આ ઘટના શિક્ષિત સમાજની અશિક્ષિત સમાજ પર પ્રશ્નો ઉભા કરે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube