હરીન ચાલીહા/દાહોદ : ગરબાડા તાલુકામાં હિન્દુ યુવતીને લઈને વિધર્મી યુવક ભાગી જતા સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામમાં એક લઘુમતી કોમનો યુવક હિન્દુ યુવતીને લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે લઘુમતી કોમના યુવકને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહેવા પામ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્ર પર છરી વડે હૂમલો, એકનું મોત


દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાનકડા એવા ગાંગરડી ગામમાં એક લઘુમતી કોમનો યુવક હિન્દુ યુવતીને લઇ નાસી જતા પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે લઘુમતી કોમના યુવકને તાત્કાલિક પકડવાની માંગ સાથે હિન્દુ સંગઠનો સહિત ગાંગરડી ગામના રહિશોએ ઉગ્ર માંગ સાથે સમગ્ર ગાંગરડી નગર સજ્જડ રહેવા પામ્યું છે. હિન્દુ સંગઠનોમાં આ બનાવને પગલે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના રહેવાસી અને છેલ્લા પાંચ વર્ષથી પોતાના સગાવહાલાના ત્યાં રહેતો રાજા ઉર્ફે સુફિયાન સત્તાર પટેલ નામક યુવક દ્વારા ગરબાડા તાલુકામાં રહેતી એક યુવતીને ભગાડી લઈ ગયો છે.


VALSAD જિલ્લા તંત્રનો સપાટો, ખનીજ ચોરોને ખોદી ખોદીને શોધીને કડક કાર્યવાહી કરી


આ બનાવને પગલે ગાંગરડી નગરમાં રહેતા હિન્દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મામલો હિન્દુ સંગઠનો દ્વારા ગાંગરડી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગાંગરડી નગરની દુકાનો ટપોટપ બંધ થઈ હતી. ગાંગરડી ગામમાં સવારથી રોજગાર ધંધા બંધ રહ્યા હતા. ઘટનાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દાહોદ જિલ્લાની પોલીસ ગાંગરડી ગામમાં ખડકી દેવામાં આવી હતી. 


GUJARAT CORONA UPDATE: 17 નવા કેસ, 11 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


બીજા દિવસે સમગ્ર ગરબાડા તાલુકો સજ્જડ બંધ રહ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગાંગરડી ગામમાં દોડી ગયા હતા. લઘુમતી કોમના યુવક તેમજ હિન્દુ યુવતીને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની દાહોદ દ્વારા પણ આ બનાવને પગલે ભારે રોષ જોવા મળ્યો હતો અને ગરબાડા ગાંગરડી જેસાવાડા સહિતના ગામોમાં બંધનો એલાન કરવામાં આવ્યું હતું. યુવતી BSCનું અંતિમ પેપર આપવા ગઇ હતી. દાહોદની યુવતિ નવજીવન સાયન્સ કોલેજમાં BSCમાં અભ્યાસ કરતી હતી. બુધવારના રોજ તે અંતિમ પેપર આપવા માટે ગઇ હતી. લઘુમતિ કોમનો યુવક બદઇરાદે ત્યાંથી તેને ફોસલાવીને લઇ જતાં તે પરત ન આવતાં પર્દાફાશ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube