GUJARAT CORONA UPDATE: 17 નવા કેસ, 11 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં 17 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 11 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,274 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 1,12,878 રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 105 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 103 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,274 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશન 2, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા હતા આ પ્રકારે કુલ 17 કેસ નોંધાયા હતા.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 1059 ને રસીનો પ્રથમ અને 14332 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના કિશોરો પૈકી 498 અને રસીનો પ્રથમ અને 4455 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 14422 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના તરૂણો પૈકી 9987 ને રસીનો પ્રથમ જ્યારે 68125 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,12,878 રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,77,64,934 ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે