રાજકોટ : ભારતીય જળસીમામાં ઘુસી આવેલા પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે એક ગોળી કેબીનમાં રહેતા ટંડેલના હાથમાં આવી હતી. વહેલી સવારે બોટ પોરબંદર પરત ફરી હતી. બોટમાંથી ઇજાગ્રસ્ત ખલાસીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાળાની ફી મુદ્દે સરકારે છેલ્લી ઘડીએ શોધી છટકબારી, કોંગ્રેસ દ્વારા હોબાળા સાથે વોકઆઉટ

માછીમારીની સિઝન શરૂથયાના પ્રારંભમાં જ પહેલા 6 અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. છેલ્લા એક અઠવાડીયાથી ભારતીય જળસીમામાં ઘુસીને પાકિસ્તાની નેવી સતત પોતાના નાપાક ઇરાદાઓને પાર પાડી રહી છે. જો કે આ ઘટનાને પગલે માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


આત્મનિર્ભર યોજના પેકેજ છે કે પડીકું, અધ્યક્ષે જુનિયર ધારાસભ્યો બેસે છે તેને હો..હો.. ગેલેરી ગણાવી

ભારતીય જળસીમામાં પોરબંદરના 5 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી ઘસી આવી હતી. પોરબંદરની આ બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 ગોળી દરિયામાં એક ગોળી બોટની કેબિનમાં રહેલા ટંડેલ ધીરૂભાઇ બાંભણીયાને ડાબા હાથમાં ઘુસી ગઇ હતી. પાક મરીન દ્વારા આ બોટને ટક્કર પણ મારવામાં આવી હતી. પાક મરીને આ માછીમારોને પકડવા માટે પણ પ્રયાસ કર્યો હતો. જો કે ટંડેલે બોટ ભગાવતા તેઓ બચી ગયા હતા. હાલ ટંડેલની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube