મોરબી : ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એલ.બી બગડાને અસામાજીક તત્વો દ્વારા ફરજ દરમિયાન ધમકી આપવાની ઘટના બની હતી. એટલું જ નહી મહિલા અધિકારીને તેના પટ્ટા અને ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહી ખુરશી પર કેમ બેસાય છે તે હું જોઉ છું તેવી પણ ધમકી ઉચ્ચારી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BAJAJ Allianz કંપનીને કન્ઝ્યુમર કોર્ટે ક્લેમની 71 લાખ રૂપિયાની રકમ ચુકવવા આપ્યો આદેશ

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરાવતા મહિલા પીએસઆઇને ધમકી આપતા એક વ્યક્તિએ કહ્યું કે, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી લઇશ. તુ ખુરશી પર કેમ બેસે છે તે હું જોઉ છું.  આ અંગે મહિલા પીએસઆઇએ ધમકી આપવી અને ફરજમાં રુકાવટ જેવી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. આ અંગે તપાસ હાથ ધરી છે. 


BAJAJ Allianz કંપનીને કન્ઝ્યુમર કોર્ટે ક્લેમની 71 લાખ રૂપિયાની રકમ ચુકવવા આપ્યો આદેશ

પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકી, હિના સોલંકી, નિતા સોલંકી, અરવિંદ સોલંકી (રહે. ટંકારા ઉગમણા નાકા પાસે)બગડાએ ફરિયાદ નોંધાવી હતી કે ગઇકાલે ટંકારાના ઉગમણા નાકા પાસે આરોપી પોતાનાં પાનનો ગલ્લો કોઇ પણ નિયમોનું પાલન વગર ચલાવી રહ્યો હતો. જેથી પોલીસ કાર્યવાહી માટે ગઇ હતી. જો કે ગલ્લા માલિક લાજવાને બદલે ગાજ્યો હતો. ધમકી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર