કૃપા પંડ્યા/મુંબઇ: જ્યારે માબાપ પોતાના એકના દીકરાને ખોઈ નાખે છે. ત્યારે તેઓ દુઃખના સાગરમાં ડૂબી જાય છે. પણ, આપણી સામે આવે પણ માબાપનો દાખલો છે જેઓ દુઃખના સાગરમાં ડૂબાવને બદલે આ દુઃખનો દરિયો પાર કરીને આગળ વધે છે. મુલૂંડમાં રહેતા તન્ના દંપતી આવોજ દુઃખનો સાગર પારી કરીને પોતાના દીકરા નિમેષ તન્નાના નામે એક ચેરીટેબલ ટ્રસ્ટ ખોલ્યું છે. આ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વાર તેઓ જરૂરતમંદ વરિષ્ઠ નાગરિકોને એક સમયનું જમવાનું પૂરું પાડે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તન્ના દંપતિનું નિમેષ ચેરીટેબલ ટ્રસ્ટ આજે 130 જેટલા વરિષ્ઠ નાગરિકોને જમાવનું પૂરું પાડે છે. પણ, આ ટ્રસ્ટ ચાલુ કરવા પાછળ તન્ના દંપતિએ બહુ મોટો દુઃખનો પહાડ સર કરીને આવ્યા છે. આજથી 6 વર્ષ પહેલાં તન્ના દંપતિ બીજા માબાપોની જેમ પોતાના 24 વર્ષના દીકરા માટે સપના સેવી રહ્યા હતાં. નિમેષ તેમનો એકનો એક દીકરો હતો. પણ, કુદરતને કદાચ તેમની આ ખુશીને ઈર્ષા થઈ હશે એટલે તેમને નિમેષ તે ગોઝારી રાત્રે પોતાના પાસે બોલાવી લીધી. એક ટ્રેન એક્સીડેન્ટમાં નિમેષ પોતાનો જીવ ખોયો. 


નિમેષના ગયા પછી એકનો એક સહારો છીનવાઈ જવાથી તન્ના દંપતિ એકદમ તૂટી ગયા હતા. તેમને પોતાના દિકરાના શોકને ભૂલવા ઘણી યાત્રાઓ કરી, પણ તેમના મનને શાંતિના મળી. પછી, તેમને થયું કે નિમેષને સમાજસેવા કરાવનું બહુ ગમતું હતું તો કેમ નહિ તેના જ રાહ પર જઈએ ને શાંતિ મેળવીએ. અને તેમના આ વિચારે જન્મ આપ્યો નિમેષ તન્ના ચેરીટેબલ ટ્રસ્ટને. આ ટ્રસ્ટ જરૂરિયાતમંદ સિનિયર સિટીઝનને એક ટાઇમનું જમાવનું પૂરું પાડે છે. પણ, બધાને નહી પણ જેને સાચે બહુ જરૂર હોય તેને જ પૂરું પાડે છે. હમણાં આ ટ્રસ્ટ 130 જણ ને જમવાનું પૂરું પાડે છે.


નિમેષને પણ સમાજ સેવા કરવાનો બહુ શોખ હતો. તેથી, તેને હમેશ માટે બધા વચ્ચે જીવતા રાખવા આ ટ્રસ્ટની સ્થપાના કરી. તેમને આ ટ્રસ્ટ પેહલા 2 વર્ષ એકલાએ જ ચલાવ્યું. પણ, જેમ જેમ લોકો ને ખબર પડતી ગઈ તેમ તેમ આ ટ્રસ્ટ ને મદદ કરવા હઝારો હાથ આગળ આવ્યા. આ ટ્રસ્ટ માત્ર સિનિયર સિટીઝને જમાવનું જ પૂરું નથી પાડતી, પણ એ સાથે આદિવાસી વિસ્તારમાં જઈને ત્યાંના લોકોની મદદ કરે છે. એ સિવાય પણ ઘણા સમજસેવાના કાર્યો કરે છે. દુઃખ તો છે જ કે જીવનનો સહારો છીનવાઈ ગયો. પણ, એ દુઃખને ભૂલવવા અમે એવા લોકોને સુખી કરવાની કોશિશ કરીયે છીએ જેનું આ દુનિયામાં કોઈ નથી અથવા જીવતેજી તો ઘણા છે પણ તેમને સાથ આપવાવાળું કોઈ નથી.