સ્નેહલ પટેલ/નવસારી : ઘરમાં શેતાનનો વાસ હોવાની બીકે તંત્ર-મંત્રમાં પડતા જ ગણદેવીના પશ્ચિમ વિસ્તારના એક ગામના પરપ્રાંતિય પરિવારની બે દિકરીઓ તાંત્રિકની હવસનો શિકાર બની અને સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે પીડીતાઓના પિતાની ફરિયાદને આધારે નરાધમ તાંત્રિક તેમજ તેના બે સાગરીતોને પકડીને જેલના સળિયા ગણાતા કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન


તંત્ર-મંત્રના નામે પોતાની બગડેલી કિસ્મતને સુધારવા માટેના પ્રયાસમાં ઘણીવાર લોકો પોતાનું સર્વસ્વ ખોઇ દેતા હોય છે. જેનો ફાયદો ઉઠાવીને ધુતારાઓ પોતાનું કામ કાઢી લે છે. આજ પ્રકારે નવસારીના ગણદેવી તાલુકાના પશ્ચિમ વિસ્તારના એક ગામનો પરપ્રાંતિય પરિવાર મહારાષ્ટ્રના નંદુરબારના તાંત્રિકના ચક્કરમાં ફસાયો હતો. દિકરીના સંસારને બચાવવા અને અન્ય દિકરીના લગ્નની ચિંતામાં અટવાયેલા ઘરના મોભીએ નવસારીના સુરેશ નામના શખ્સ સાથે વાત કરી. નંદુરબારના શિવ ભક્ત ગણાવતા તાંત્રિક વિષ્ણુ નાઈકની જાળમાં ફસાયા હતા. વિષ્ણુએ ઘરમાં શેતાનનો વાસ હોવાથી દિકરીઓનો સંસાર સફળ ન થઇ શકે, જેથી તાંત્રિક વિધિ કરવા માટે પીડિતાના પિતાને ચમત્કારોના વિડીયો બતાવી વિશ્વાસમાં લીધો હતો. 


કોંગ્રેસ પ્રભારી ગુજરાત પ્રવાસે: પેટા ચૂંટણીમાં તમામ બેઠકો કોંગ્રેસની જીત નક્કી


આ સાથે જ વિધિ માટે સાસરેથી આવી રહેલી દિકરીને નંદુરબાર તેની પાસે મુકી જવા કહ્યુ હતુ. દિકરીને તાંત્રિક પાસે મુક્યા બાદ તેણે પોત પ્રકાશ્યુ અને થોડા દિવસો સુધી તેની ઇજ્જત સાથે તંત્ર-મંત્રના નામે રમતો રહ્યો હતો. જ્યાં પીડિતાની તબિયત બગડતા, તેને નવસારી મોકલી આપી હતી, પરંતુ હવસખોર વિષ્ણુ નાઈકે તાંત્રિક વિધિ બાકી હોવાથી ફરી, તેને બોલાવી હતી. પરંતુ વિષ્ણુથી કંટાળેલી પીડિતાએ જવાની નાં પાડી દેતા, વિષ્ણુએ પીડિત પરિવારની સગીર દિકરીને વિધિ પૂર્ણ કરવા બોલાવી હતી. જેને ઇમોશ્નલ વાતો દ્વારા ભોળવી તેને પણ થોડા દિવસો રાખી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી ઘરે મોકલી આપી હતી. 


70 કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ, આ રીતે ભાવી પેઢીને કરતા હતા બરબાદ


સમય વિતતા બંને બહેનોની તબિયત બગડી અને ચિકિત્સકીય તપાસ કરાવતા ગર્ભવતી હોવાનુ બહાર આવતા પરિવાર હેબતાઇ ગયો હતો. તાંત્રિક વિષ્ણુ સામે ફરિયાદ કરવાની તૈયારી કરતા જ સગીરાએ વિષ્ણુને જાણ કરી હતી, જેથી વિષ્ણુના સાગરીતો સુરેશ અને અબ્દુલ પઠાણ સગીરાને લઇ વિષ્ણુ પાસે મુકી આવ્યા હતા. જોકે સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસ મથકે પીડિતાના પિતાની ફરિયાદ બાદ ગણદેવી પોલીસે નંદુરબારથી પીડિતા અને તાંત્રિકને ઝડપી પાડ્યા હતા. જયારે નવસારીના સુરેશ અને અબ્દુલની પણ ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube