Tapi News : સોનગઢમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સર્જન હોવાનું કહીને એક નકલી તબીબે દર્દીના પગનું ઓપરેશન કર્યું હતું. બે વાર ઓપરેશન અસફળ રહેતા પરિજનોને શંકા જઈ હતી. ત્યારે ડોક્ટરનો ભાંડો ખૂલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપી જિલ્લાના સોનગઢ નગરમાં એક મુન્નાભાઈ એમબીબીએસ ડોકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પોતે ડોકટર ન હોવા છતાં દર્દીનું ઓપરેશન કરી નાખ્યું, એકવાર ઓપરેશન અસફળ રહેતા બીજીવાર પણ ઓપરેશન કર્યું હતું. પરંતુ તે પણ અસફળ રહેતા પરિવારજનોને શંકા ગઈ હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો.


પાટીલને ફળી નવસારીની જીત, લોકસભા જીતવા નવી રણનીતિ બનાવી રહ્યું છે ભાજપ


લોકોને નકલી મરચું વેચનાર મુકેશ મહેશ્વરી છે મોંઘીદાટ ગાડીઓનો શોખીન, અનેક કાર બદલી


તાપી જિલ્લાના સોનગઢમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ ભાવિનસિંહ ચૌહાણ નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઝોલાછાપ ડોકટર સર્જન હોવાનું કહી ફરિયાદીને સંબંધીના પગનું ઓપરેશન બે વાર કર્યું. પરંતું બંનેવાર ઓપરેશન અસફળ રહેતા પરિજનોને શંકા ગઈ હતી. તેથઈ તેઓએ ડોક્ટરની ડિગ્રીની તપાસ કરી હતી. જેમાં ડોક્ટર બોગસ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવતા સોનગઢ પોલીસ મથકે ડોકટર વિરુદ્ધ અરજી આપી હતી. સોનગઢ પોલીસે બોગસ ડોકટર હેમંત પાટીલને ડૉક્ટરીના જરૂરી પ્રમાણપત્રો એક સપ્તાહમાં આપવા જણાવ્યું હતું. પરંતુ ડોક્ટરે જરૂરી પ્રમાણપત્રો ન આપતા ડોકટર હેમંત પાટીલ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પરંતુ ડોકટર પોલીસ પકડથી હાલ દૂર હોવાનું મનાઈ રહ્યું છે. બોગસ ડોક્ટરની ધરપકડ બાદ તેનો કેટલા લોકો ભોગ બન્યા છે તે હકીકત બહાર આવશે તેવું તાપી જિલ્લાના ડીવાયએસપી જેએમ નાયકે જણાવ્યું. 


આખું ગોહિલવાડ આ વીરના વખાણ કરતા થાકતુ નથી, જેના કારણે આજે અડીખમ ઉભું છે સોમનાથ મંદિર


ગુજરાતમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાઈક પર આવેલા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ