લોકોને નકલી મરચું ખવડાવનાર આરોપી મુકેશ મહેશ્વરી છે મોંઘીદાટ ગાડીઓનો શોખીન, વારંવાર બદલે છે કાર

Fake Red Chilli Powder : ગુજરાતીઓ સાવધાન... મરચાના નામે રાજ્યમાં આરોગ્ય સાથે થઇ રહ્યાં છે ચેડાં...  આ રીતે કરો અસલી-નકલીની પરખ
 

લોકોને નકલી મરચું ખવડાવનાર આરોપી મુકેશ મહેશ્વરી છે મોંઘીદાટ ગાડીઓનો શોખીન, વારંવાર બદલે છે કાર

Mehsana News તેજસ દવે/મહેસાણા : મસાલા ભરવાની સીઝન ચાલી રહી છે ત્યારે ગૃહિણીઓ ચેતી જજો કારણ કે તમે ભરી રહેલા મરચા કદાચ ભેળસેળ વાળા કે નકલી ના હોય. કારણ કે મહેસાણાના વીજાપુરમાંથી હલકી ગુણવત્તાવાળા મરચાંને દળીને તેના પર લાલ ચટાક રંગ ચઢાવી દેતા હોવાનુ સામે આવ્યું છે.

મહેસાણાના વિજાપુરમાંથી લાલ કલર કરી મરચું બનાવતા ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિજાપુરમાં રેડમાં રંગયુક્ત મરચા બનાવવાનું આખું ગોડાઉન ઝડપાયું છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બાતમીને આધારે બે દિવસની રેકી બાદ ગત મોડી રાત્રે સર્ચ ઓપરેશન કરાયું હતું. જ્યાંથી 10 લાખની કિંમતનું 3000 કિલો કલર વાળું કલર વાળું મરચું પકડાયું છે. વિજાપુર હિંમતનગર હાઇવે ઉપર આવેલું ગોડાઉનમાં કાર્યવાહી કરાઇ છે. જ્યાં ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર 43 માં ચાલતો હતો આ કારોબાર. આ ગોડાઉનમાં મુકેશ પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી ભેળસેળ વાળું મરચું બનાવતો હોવાનુ તપાસમાં જાણવા મળ્યું હતું. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ પકડાયો છે. અને કુલ 5 લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો છે. તપાસ દરમ્યાન ફૂડ ટેસ્ટિંગ કીટ FSW વાન દ્વારા સ્થળ પર ચકાસણી કરાઈ હતી. જેના સેમ્પલ ફેલ જતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી વી જે ચૌધરી સહિત ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. 

વિજાપુરમાં ઉમિયા ગોડાઉનમાં રેડ દરમિયાન 5, 10, 15 કિલોના પેકિંગ કરી વેચાણ માટે તૈયાર કરાતું હતું હોવાનુ જાણવા મળ્યું છે. જે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં મરચું વેચાણ માટે મોકલવાની તૈયારી હતી. જે વેચાણ માટે ડિસ્પેચ થાય એ પહેલા કાર્યવાહી કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગોડાઉન સંશાલક મુકેશ પૂનમચંદ મહેશ્વરી વિરૂદ્ધ અગાઉ પણ ક્રિમીનલ કેસો નોંધાયેલા છે.  અગાઉના નોંધાયેલા કેસો અન્વયે મુકેશ મહેશ્વરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નજરમાં જ હતો. જેથી કલરયુક્ત અખાદ્ય મરચું બનાવી ડિસ્પેચ કરે એની 10 મિનિટ પહેલા જ રેડ કરી દેવાઈ હતી. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુકેશ મહેશ્વરી મોંઘીદાટ ગાડીઓ વારંવાર બદલતો હતો. બે નંબરના આવા ધંધા કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો મુકેશ મહેશ્વરી જલસાથી રહે છે. અને થોડા સમય પહેલા જ ગાડી બદલી કિયા બ્રાન્ડની નવી કાર વાપરી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જણાવ્યા અનુસાર ભેળસેળના ગુનામાં રૂપિયા એક લાખથી 3 લાખ દંડ અને 6 માસની સજાની આ ગુનામાં જોગવાઈ છે. જ્યારે કોઈ જાનહાનિ સમયે આજીવન કેદની સજાની પણ જોગવાઈ છે. બીજી તરફ વેપારીઓએ પણ ભેળસેળયુક્ત મસાલા લેવા જતા શું ધ્યાન રાખવું જોઈએ એ પણ સૂચન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news