ઝી બ્યુરો/તાપી: જિલ્લાના વાલોડ ગામમાં શિક્ષણ વિભાગને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાલોડની સ.ગો.હાઈસ્કૂલમાં ફરજ બજાવતા લંપટ શિક્ષક દ્વારા ફરિયાદી સહિત 8થી 10 જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓની છેડતી અને જાતીય સતામણી કરતા પોલીસે લંપટ શિક્ષકને ઝડપી જેલ હવાલે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારોમાં બગડશે ગુજરાતની દશા! રક્ષાબંધનથી નાગ પાંચમ ભારે, અંબાલાલે કહ્યું; આવશે પૂર


તાપી જિલ્લાના વાલોડ ગામમાં આવેલ સ.ગો. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિજય ડી ચૌધરી વિરૂદ્ધ વિદ્યાર્થીની ઓની જાતીય સતામણી અને છેડતીની ફરિયાદ દાખલ થતાં સમગ્ર તાપી જિલ્લા શિક્ષણ આલમ માં ચકચાર મચી છે.જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી ફરિયાદી સહિત અંદાજિત 10 જેટલી સગીર વયની દીકરીઓ સાથે વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક નોટબુકમા લેશન ચેક કરવાના બહાને અથવા કંઈ વસ્તુ નીચે ફેંકી દઈ ઉઠાવવાના બહાને તેમજ પગથિયાં પરથી જતી વિદ્યાર્થીનીઓ ના રસ્તામાં આવી જઈ તેમનો રસ્તો રોકી દઈ છેડતી કરતો હતો.


ગુજરાતના યુવાનો ફૂંકી રહ્યા છે વિદેશી ગાંજો, જાણો શું છે ઈન્ડિયા પોસ્ટ SMS કૌભાંડ?


બનાવની જાણ દીકરીઓ દ્વારા શાળાના આચાર્ય સહિત પરિવારને કરતા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાદમાં વાલોડ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. સમગ્ર બનાવને લઈ શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.


એક આઈલેન્ડ માટે અમેરિકાએ બાંગ્લાદેશને બરબાદ કર્યું, શેખ હસીનાનો મોટો ખુલાસો