Pramukh Swami Shatabdi Mahotsav આશ્કા જાની/અમદાવાદ : ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું લોકાર્પણ કર્યું. ત્યારે આજે પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા. અમદાવાદના આંગણે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ભવ્ય ઉત્સવ ઉજવાશે. ત્યારે પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશીએ પણ પ્રમુખસ્વામી નગરીએ પહોંચીને દિવ્યતા અનુભવી હતી. દિલીપ જોશી પ્રખ્યાત ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુખ્ય જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. નગરની ભવ્યતાનો લ્હાવો પ્રત્યક્ષ રીતે લઈને દિલીપ જોશી પણ અભિભૂત થઈ ગયા હતા. શતાબ્દી મહોત્સવમાં 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોષીએ તમામ લોકોને પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવા અપીલ પણ કરી હતી. તેઓએ જેઠાલાલ સ્ટાઈલમાં પ્રમુખ નગરીના વખાણ કર્યા હતા. ટપુ સેના જેવા બાળકો પણ અહી બાળ નગરી છે, તેથી તમારા બાળકોને લઈને અહી આવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોઈને અભિભૂત થઈ જવાય તેવી ભવ્ય પ્રમુખ નગરી જોઈને દિલીપ જોશીએ કહ્યું હતું કે, આ નગર સાંભળ્યુ હતું કે અદભૂત અને મેગા લેવલ પર બનાવાયું છે. પરંતુ હવે આ મારી કલ્પના બહારનું દ્રષ્ય છે. પ્રત્યક્ષ આવીને અહી જોયુ ત્યારે આ ભવ્ય નગરીને કેવી રીતે વર્ણવવું તે શબ્દો જડી નથી રહ્યાં. હું તો એક જ વિનંતી કરીશ કે, તમે સૌ અહી આવો, દર્શન કરો. તમને ખ્યાલ આવશે કે બાપ્સ સંસ્થા જે પણ કંઈ કરે છે તે સર્વોપરી હોય છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેના આયોજનના વખાણ કર્યાં, કે આટલુ સુંદર પ્લાનિંગ છે. મેગા લેવલ પર કેવી રીતે કામ કરાયું છે.


જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ કહ્યું કે, બાપ્સનું મેનેજમેન્ટ અદભૂત હોય છે. આ સ્થળ માત્ર મનોરંજન માટે જ નથી, પરંતું પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રેરણાસ્ત્રોત પ્રસંગો છે. જેમાં બાળકોથી લઈન વડીલો અહીંથી પ્રેરણા લઈને જાય તેવુ નગર ઉભુ કરાયું છે. બાપાએ આખુ જીવન હરિભક્તો, અને સમાજ માટે સમર્પિત કર્યું છે, તો આ એક મોકો છે કે આપણે તેમના માટે કંઈ કરી શકીએ. બાપ્સના સંતો માટે ન ભૂતો કહી શકાય, પણ ન ભવિષ્યતિ ન કહી શકાય. બાપ્સના સંતો કંઈ પણ કરી શકે એમ છે. ભવિષ્યમાં આનાથી પણ વધુ સારુ કરી શકશે.



પ્રમુખ નગરીમાં મ્યૂઝિકલ બેન્ડ
પ્રમુખ નગરીમાં હરિભક્તો દ્વારા બે મ્યુઝિકલ બેન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કે ગોંડલ ગુરુકુળ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બીજું બેન્ડ છે જે નેરોબી યુવા અને બાળક હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. તમામ લોકોએ પોતે તાલીમ લીધી છે અને 6 મહિના સુધી મહેનત કરી ધૂન તૈયાર કરી છે. આ ધૂન પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવામાં આવશે. મુલાકાતીઓ દિવસમાં 3 વાર બેન્ડનો આનંદ માણી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.  


પ્રમુખ નગરી ઉભુ કરવામાં એક વર્ષ લાગ્યું 
દિલ્હી સ્થિત અક્ષરધામ 5 વર્ષમાં બન્યું હતું. પરંતુ અમદાવાદના આંગણે નિર્માણ પામેલા અક્ષરધામ માત્ર એક જ વર્ષના અથાગ પ્રયત્નોથી ઊભું કરવામાં આવ્યું છે. આ અક્ષરધામનો બેઇઝ નક્કર અને પાક્કો બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં સ્ટીલની ફ્રેમ, લાકડાંનો તેમ જ POPનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળા માટે બનાવવામાં આવેલ અક્ષરધામ દિલ્હીના અક્ષરધામ જેવું જ લાગે છે.