અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં સૌથી ચર્ચાસ્પદ કોઈ કેસ હોય તો તથ્ય પટેલનો છે. પોલીસ માટે આબરૂનો સવાલ છે કારણ કે આ અકસ્માતમાં પોલીસ કર્મચારીઓ પણ મોતને ભેટ્યા છે. પોલીસ આ કેસમાં દાખલો બેસાડવા માગે છે. સરકારે પણ લીલીઝંડી આપી દેતાં પોલીસ નાનામાં નાની ઘટના મામલે ચોક્સાઈ પૂર્વક પૂરાવા ઉભી કરી રહી છે. આ કેસ હવે મીડિયા ટ્રાયલ બની ગયો છે. ઈસ્કોન બ્રિજ પર 142ની ઝડપે બેફામ જેગુઆર કાર હંકારીને 9 લોકોને મોતના મુખમાં ધકેલનાર આરોપી તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલી 3 યુવતી અને બે યુવકોએ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન આપ્યાં છે. આરોપી તથ્ય પટેલના મિત્રો જ તાજના સાક્ષી બનતાં તેની સામેનો કેસ વધુ મજબૂત બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ વ્યક્તિ તાજના સાક્ષી બને ત્યારે મુખ્ય આરોપી સામેનો કેસ વધુ મજબુત બનતો છે. સીઆરપીસીની કલમ 164નું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવે છે. જેમા મેજિસ્ટ્રેટ તાજના સાક્ષીને સવાલ કરે છે આ સાથે તે વાતની પુષ્ટી કરે છે કે આ નિવેદન આપવા તૈયાર છો એમાં પોલીસના ડર અને ભયથી નિવેદન આપતા નથી ને? તેમજ કોઇ ધમકી, લાલચ કે પ્રલોભનને આધારે તો તાજના સાક્ષી બનવા માંગો છો.


આ પણ વાંચોઃ બાપાના રૂપિયા પણ નહીં આવે કામ, સરકારે ભેગા કર્યા આ સજ્જડ પુરાવા : હવે નબીરો ફસાયો


નિવેદન નોંધવામાં આવે ત્યારે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે તાજના સાક્ષી બનનારને મેજિસ્ટ્રેટ દ્વારા સમજ આપવામાં આવે છે કે, તમે આપેલા નિવેદનોમાંથી કાર્યવાહી દરમિયાન ફરી ગયા તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે . કોઇ કેસમાં તાજના સાક્ષી ફરી જાય તો જે મેજિસ્ટ્રેટે નિવેદન નોંધ્યું હોય તેમની કોર્ટમાં જુબાની લેવામાં આવે છે. આથી સીઆરપીસીની કલમ 164 મુજબ નિવેદન આપી તાજના સાક્ષી કોઇ બને તો કેસમાં ગુનો સાબિત કરવામાં મહત્ત્વનું નિવેદન ગણાય છે. હવે આ કેસમાં તથ્ય પટેલની બેહનપણીઓ અને મિત્રો જ પોલીસના તાજના સાક્ષી બની જતાં તથ્ય પટેલ સામે પોલીસનો કેસ અતિ મજબૂત બન્યો છે. જે તથ્ય પટેલ પોતાની ગાડીમાં લઈને ફરતો હતો એ જ મિત્રો તથ્ય માટે મુસિબતનું કારણ બન્યા છે. 


અકસ્માત સમયે બેફામ ગાડી ચલાવી રહ્યો હતો તથ્ય, જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો ખુલાસો


તો શ્રેયા વઘાસિયા જસદણની રહેવાસી છે. તેના પિતા ફાર્મિંગ મશીનરીનો વ્યવસાય કરે છે. શ્રેયા અને માલવિકા પટેલ સાથે મકરબા વિસ્તારના એક પીજીમાં રહે છે. જેમાં માલવિકા પટેલના પિતા રાજસ્થાનના બાંસવાડાના વતની છે. તેના પિતા હોટલ ચલાવે છે. આ ઉપરાંત અન્ય ચોંકાવનારી બાબત એ છે કે, આ પાંચેય યુવક-યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની ઉંમર લગભગ 18 થી 20 વર્ષ વચ્ચેની છે. છતાં તેમની લાઈફસ્ટાઈલ કોઈ સ્ટારને ચાડી ખાય તેવી છે. તેમની ઈન્સ્ટાગ્રામ તસવીરો દારૂની પાર્ટીઓથી ભરેલી છે. આ તમામ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા હતા. તેઓ તથ્યની લાઈફસ્ટાઈલ જોઈને અંજાયા હતા. તથ્યની રીલ્સ જોઈને આ પાંચેયને તથ્યનો ચસ્કો લાગ્યો હતો. તેથી તેઓ તથ્ય સાથે રોજ ફરતા હતા. આ છ લોકો રોજ નાઈટઆઉટ કરવા નીકળતા. 


પોલીસની આ કામગીરી પર સવાલો
અકસ્માત સર્જીને 10 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારને બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલુ જ નહિ, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાય હતો. બીજી તરફ, પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી લીધી ન હતી. ઘટનાના 23 કલાક બાદ તેમના ટેસ્ટ લેવાયા હતા. જેથી આ તમામે ડ્રગ્સનું સેવન કર્યુ હતું કે નહિ તે પુરવાર ન થઈ શકે. અમદાવાદમાં જ્યારે આટલો ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય સિવાયના પાંચેય યુવક-યુવતીઓ 16 કલાક સુધી ક્યા છુપાયા હતા તે પોલીસ જાણતી હતી. આખરે પોલીસ અધિકારીની ભલામણથી બધા હાજર થયા હતા. ત્યારે ચર્ચા ઉઠી છે કે, રાજકીય વગ અને પૈસાને કારણે માલેતુજાર પરિવારના સંતાનો સતત આવા કારનામા કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube