બાપાના રૂપિયા પણ નહીં આવે કામ, સરકારે ભેગા કર્યા આ સજ્જડ પુરાવા : હવે નબીરો ફસાયો

અમદાવાદમાં 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં એક બાદ એક મહત્વની વિગતો સામે આવી રહી છે. ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોની હત્યા કરનાર તથ્ય પટેલને લઈને એફએસએલ અને જગુઆર કંપનીના રિપોર્ટમાં મહત્વની વાતો સામે આવી છે. 

બાપાના રૂપિયા પણ નહીં આવે કામ, સરકારે ભેગા કર્યા આ સજ્જડ પુરાવા : હવે નબીરો ફસાયો

અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોની હત્યા કરનાર તથ્ય પટેલની મુશ્કેલી વધવાની છે. બાપના પૈસા જલ્સા કરનાર તથ્ય પટેલને લઈને નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. અકસ્માત સમયે તથ્ય પટેલની કારની સ્પીડને લઈને FSL ના ખુલાસા બાદ હવે જેગુઆર કંપનીનો રિપોર્ટ પણ આવી ગયો છે. જેગુઆર કંપનીની EDR સિસ્ટમ ચકાસણીથી ચોંકાવનારો ખુલાસો થયો હતો. કંપનીના રિપોર્ટ પ્રમાણે અકસ્માત કર્યો તેની 1 સેકેન્ડ પહેલા કારની સ્પીડ 135 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જ્યારે તથ્યએ ટક્કર મારી ત્યારે એક્સિલેટરનું પેડલ બદાવેલું હતું. 

જેગુઆરના રિપોર્ટમાં ખુલાસો
તથ્ય જે કાર ચલાવતો હતો તે જેગુઆર કંપનીનો રિપોર્ટ યુકેથી આવી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે તથ્યએ ગાડી પર બ્રેક નહોતી મારી. તથ્યની સ્પીડ પણ લિમિટ કરતા ખુબ વધારે હતી. કંપનીની તપાસમાં પણ કારની સ્પીડ વધુ હોવાની વાત સાબિત થઈ ગઈ છે. સામે આવ્યું કે અકસ્માત સમયે તથ્યનું ધ્યાન ડ્રાઇવિંગ પર નહોતું. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે ગાડીની કંડીશન બરાબર હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2023

સરકારે મજબૂત પૂરાવા ભેગા કર્યાં
તથ્ય પટેલે અકસ્માત સર્જયા બાદ આ કેસમાં સરકાર મહત્વના પૂરાવા ભેગા કરી રહી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચુક્યા છે કે આરોપીને આકરી સજા મળશે. ત્યારબાદ સામે આવેલા એફએસએલ અને જેગુઆર કંપનીના રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ ખુબ વધુ હતી. એટલે કે આ કેસની તપાસ કરી રહેલી ટીમ માટે મહત્વના પૂરાવા સાબિત થઈ શકે છે. 

હવે આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ચાર્જશીટમાં પોલીસ મજબૂત પૂરાવા રજૂ કરશે અને તથ્યને આકરી સજા અપાવશે. પોલીસે આ માટે વીડિયો પૂરાવા પણ ભેગા કર્યાં હતા. ગાડીને કેપિસિટી કરતા વધુ લોકો છે. તથ્યની સાથે જે લોકો કારમાં હતા તેમાંથી ચારના CRPC 164 હેઠળ નિવેદન પણ લેવામાં આવ્યા છે. એટલે કે આ લોકોના નિવેદન પણ તથ્યને સજા અપાવવામાં ઉપયોગી થશે. આ હેઠળ નિવેદન આપ્યા બાદ  સાક્ષીઓ ફરી શકતા નથી. આ સિવાય પોલીસે ઘટનાને નજરે જોનારા ત્રણ લોકોના પણ નિવેદન નોંધ્યા છે. જે કેસની સાબિતીમાં મહત્વના સાબિત થશે. આ પૂરાવા હવે તથ્યને આરોપી સાબિત કરવા માટે પૂરતા છે. 

મેપિંગથી મળી કુંડળી
અમદાવાદ પોલીસને સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી બાદ 20 જૂનથી લઈને 20 જુલાઈ વચ્ચે તથ્ય સાથે જોડાયેલા સ્થાનોનું મેપિંગ કર્યું. તેમાં તથ્યને વિવિધ જગ્યાઓ પર મોંઘી કારને વધુ સ્પીડથી ચલાવતા જોવા મળ્યો. ટ્રાફિક પોલીસના એક અધિકારી અનુસાર સીસીટીવી ફુટેજથી જાણવા મળ્યું છે કે તે હંમેશા એસજી રોડ, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના અન્ય રસ્તાઓ પર 120 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો. 

પાંચ વખત રેડલાઇટ ભંગ કરી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે તથ્ય પટેલ ન માત્ર સ્પીડ લિમિટ કરતા વધુ ગાડી ચલાવતો હતો પરંતુ તેણે એક મહિનામાં પાંચ વખત રેડ લાઇટ ભંગ કરી હતી. ચોંકાવનારી વાત છે કે નિયમોનો ભંગ કરવા છતાં ટ્રાફિક પોલીસે ન તો ક્યારેય કાર્યવાહી કરી ન તો દંડ ફટકાર્યો. અમદાવાદના એડિશનલ સીપી (ટ્રાફિક) એનએન ચૌધરીએ કહ્યુ કે તથ્ય પટેલ પાછલા મહિને ગાંધીનગરમાં થયેલી એક દુર્ઘટનામાં સામેલ  હતો. સાક્ષીઓએ અમને તે વિશે જણાવ્યું જેની તપાસ ચાલી રહી છે. એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો કે જેગુઆરની ગતિ અકસ્માત સમયે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી. 

કાર સ્પીડ પર FSL નો ખુલાસો
અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો  FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ની સ્પીડ પર હોવાનો FSL  રિપોર્ટમાં ખુલાસો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news