ahmedabad iskcon bridge accident video : ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જ્યા બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલહવાલે કરાયા હતા, ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી હતી. ચાર્જશીટ ફાઇલ ન થતાં અરજી પર મુદ્દત પડી છે. હવે 3 ઓગષ્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થશે. આરોપી પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં રહેવું પડશે. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કોર્ટમાં જામીન અરજી પર જવાબ રજૂ કરવા સરકારે સમય માંગ્યો છે. સરકારે એફિડેવિટ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. તેથી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર હવે આગામી 3 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તથ્ય પટેલ કેસ મામલે ગઈકાલે સીટ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. 1684 પાનાંની ચાર્જશીટ બાદ હવે આ કેસ સેશન્સ કમીટ કરવામાં આવશે એટલે કે સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવશે ત્યાર બાદ કેસની ટ્રાયલ  શરૂ કરવામાં આવશે. આ વચ્ચે આજે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કેસમાં મુદત પડી છે. હવે પછી સુનાવણી 3 ઓગસ્ટે હાથ ધરાશે. 


જો આજે લોકસભા ચૂંટણી થાય તો તમે કોને મત આપશો, ગુજરાતીઓએ આપ્યો આ જવાબ


ગુડ ટચ બેડ ટચની સમજ પડતા જ સગીરાને થયું કે, પાડોશી અને મામાના દીકરાએ જે કર્યુ હતુ તે


પૈસાનો પાવર જ્યારે માથા પર ચઢે ત્યારે ભલભલો માણસ બદલાઈ જાય. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આપણે અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી. ત્યારે આ વચ્ચે તથ્ય પટેલના પિતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ નફ્ફટાઈથી બોલી રહ્યો છે કે, 19-20 વર્ષના છોકરાથી આવુ તો ક્યારેય થઈ જાય, ટેન્શન નહિ લેવાનું. પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે. આ ક્લિપમાં 9 લોકોનાં જીવ લેનાર દિકરાને પ્રજ્ઞેશ પટેલ છાવરી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જોકે, ઝી 24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. 


Surat : 30 ફૂટે ઊંચાઈ પર ઈલેક્ટ્રીશિયનને લાગ્યો કરંટ, ક્રેનની મદદથી ઉતારાયો મૃતદેહ


પ્રજ્ઞેશ પટેલે ઓડિયોમાં શું કહ્યું...
'આજીવન કંઇ જ નહીં થાય, god bless બધાને, આવું તો ઠોકાય હવે, ગાડી તો ઠોકાય જ ને, 19-20 વર્ષના છોકરાઓ છે, કોઇક દિવસ થઇ જાય હવે, એમાં બહુ ટેન્શન નહીં કરવાનું, હવે એને માપમાં રાખવાના એ મારી રીતે હું રાખી દઇશ'


કારની છત પર બેસેલી ડાકણ સીધી ઉડીને આવી, રાતના અંધારામાં રસ્તા પર જોવા મળ્યું ભૂત