Tauktae Cyclone નો કહેર તો સમી ગયો, પરંતુ મહિના બાદ પણ ખેતરોમાં લાઇટના ફાંફા
વાડી-ખેતરોમાં રહેલા વીજપોલ ધરાશાયી થતા આ વિસ્તારના ખેતરોમાં લાઈટ ગુલ થઇ ગઈ હતી. આજે આ ઘટનાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પુરતો વીજપુરવઠો બહાલ કરવામાં આવ્યો નથી.
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) જીલ્લામાં તાઉ-તે વાવાઝોડાનો કહેર તો સમી ગયો પરંતુ આ વાવાઝોડા (Cyclone) માં પીજીવીસીએલને થયેલા ભારે નુકશાનને કારણે હજુ અનેક વાડી-ખેતરોમાં વીજ પુરવઠો બહાલ થયો નથી અથવા અનિયમિત અને અપૂરતો આપવામાં આવતો હોય જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બે માસ જેટલા સમયગાળા બાદ ભાવનગર (Bhavnagar) ના બુધેલ વિસ્તારની વાડી-ખેતરોમાં પડી ગયેલા વીજપોલને ઉભા કરવા અને ત્યાં વીજપ્રવાહ કાર્યરત કરવામાં પીજીવીસીએલ (PGVCL) ની ઢીલી નીતિને લઇ અને ખેડૂતોમાં રોષ છવાયો છે.
ભાવનગર (Bhavnagar) નું બુધેલ (Budhel) ગામ કે જ્યાં તાઉ-તે વાવાઝોડામાં વ્યાપક પ્રમાણમાં વિજપોલને નુકશાન થવા પામ્યું હતું. જેમાં ખાસ વાડી-ખેતરોમાં રહેલા વીજપોલ ધરાશાયી થતા આ વિસ્તારના ખેતરોમાં લાઈટ ગુલ થઇ ગઈ હતી. આજે આ ઘટનાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પુરતો વીજપુરવઠો બહાલ કરવામાં આવ્યો નથી. જેનું કારણ છે ભાવનગર (Bhavnagar) પીજીવીસીએલ (PGVCL) તંત્રની ઢીલીનીતિ અને ઉડાઉ જવાબ. હાલ ચોમાસા ઋતુ કાર્યરત છે અને વરસાદ ખેંચતા ખેડૂતો પોતાના ખેતરોના કુવાનું પાણી મૌલાતોને આપવા મજબુર છે પરંતુ લાઈટ (Light) ન હોય અથવા માત્ર કલાક-બે કલાક માટે જ આવતી હોય ખેડૂતોના ઉભા પાકને પુરતું પાણી ના મળતા ભારે નુકશાન થઇ રહ્યું છે.
YouTube એ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કંટેન્ટ ક્રિએટર્સ
એક તરફ રાજ્ય સરકાર (State Government) ખેડૂતોને તેના ખેતરોમાં ૧૦ કલાક વીજળી મળી રહે તે દિશામાં કાર્ય કરી રહી છે. જયારે બીજી તરફ ભાવનગર પીજીવીસીએલ (Bhavnagar PGVCL) ની આળસ અને ઢીલીનિતીને લઇ આજે વાવાઝોડાની ઘટનાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં બુધેલ વિસ્તારની વાડી ખેતરોમાં વીજપુરવઠો કાર્યરત નથી કરી શક્યા, હજુ તો અનેક ખેતરોમાં વીજપોલ માત્ર લાઈનો વગર ઉભા નજરે પડી રહ્યા છે જયારે તૂટી ગયેલી લાઈનો કે નવી લાઈનો માટેના તાર રઝળી રહ્યા છે.
Signs: દરેક મહિલાને આ સંકેતો વિશે હોવી જોઇએ જાણકારી, સ્વાસ્થ્યનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, નહીં તો...
ખેડૂતો (Farmer) પોતાના ખેતરોમાં લાઈટ આવે તે માટે વારંવાર સ્ચીચ ઓન કરી રહ્યા છે પરંતુ લાઈટ નાં આવતા તેનો મૂડ ઓફ થઇ જાય છે કારણ કે ઉભી મૌલાતો ને તેઓ છતાં પાણીએ પાણી નથી આપી શકતા, જયારે જયારે પણ આ વિસ્તારના ખેડૂતો (farmer) લાઈટ માટે વીજ અધિકારીઓને ફોન કરે તો ક્યારેક ઉદ્ધત તો ક્યારેક આશ્વાસન રૂપી જવાબો જ માત્ર મળે છે પરંતુ લાઈટો પુરતી નથી આવતી ત્યારે હવે આ વિસ્તારના ખેડૂતો પીજીવીસીએલ સામે આંદોલનનો મોરચો માંડે તે પહેલા તેમને ખેતરોમાં લાઈટ પુરતી મળે તે દિશામાં કામગીરી કરે તે જરૂરી છે.
Tips: રિસાયેલા પાર્ટનરને આ 4 રીતે મનાવો, પાર્ટનર પણ થઈ જશે ખુશ
ખેડૂતો (Farmer) પોતાના ખેતરોમાં વીજ વાયરો લઇ અને તાકીદે તેને વીજપોલ પર ફીટ કરી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સમયસર વરસાદી પાણી ઉભી મૌલાતોને ન મળે અને સમયસર પુરતો વીજ પુરવઠો ના મળે તો પાક બળી ગયા પછી વાડી-ખેતરોમાં લાઈટ આવે તે કઈ કામનું નથી ત્યારે હવે પીજીવીસીએલ તંત્ર પોતાની આળસ ખંખેરી અને તેની કામગીરીમાં તાકીદે જોડાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube