YouTube એ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

આ ફીચર ક્રિએટર્સ (Feature Creators) અને વ્યુઅર્સ માટે 68 દેશોમાં ડેસ્કટોપ અને મોબાઈલ (Mobile) ડિવાઈસ માટે ઉપલબ્ધ છે.

YouTube એ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કંટેન્ટ ક્રિએટર્સ

નવી દિલ્હી: યૂટ્યૂબ (YouTube) અવાર નવાર યુઝરોને નવા ફીચર્સ આપતું રહેતું હોય છે. તેવામાં કંપનીએ ફરી એક નવું ફીચર (New Feature) લોન્ચ કર્યું છે. આ ફીચર (Feature) થી ક્રિએટર્સ (Creators) ને નવી રીતે પૈસા કમાવવાનો મોકો મળશે. આ ફીચર ક્રિએટરો (Creators) માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આખરે શું છે આ ફીચર આવો જાણીએ.

સુપર થેન્ક્સ (Super Thanks)  ફીચરની મદદથી યૂટ્યૂબ (YouTube) કંટેન્ટ ક્રિએટર્સ નવા રીતે રૂપિયા કમાઈ શકશે. આ ફીચરની મદદથી યુઝર ક્રિએટરના વીડિયોને જોતા સમયે સુપર થેન્ક્સ ખરીદી શકશે. સુપર થેન્ક્સને ફેવરેટ ક્રિએટરને સપોર્ટ કરવા માટે ખરીદવામાં આવી શકે છે.

આની કિંમત 2 ડોલર એટલે કે આશરે 150 રૂપિયાથી શરૂ થાય છે અને 50 ડોલર એટલે કે આશરે 3730 રૂપિયા સુધી જઈ શકે છે. એક વાર ફેન્સ આ વીડિયો પેજને ખરીદશે તો YouTube એનિમેટેડ GIF કલર કમેન્ટ સાથે એડ કરી દેશે. આથી તેમનું પરચેઝ હાઈલાઈટ થઈ જશે. આના પર ક્રિએટર્સ પ્રતિક્રિયા આપી શકશે.

આ ફીચર ક્રિએટર્સ (Feature Creators) અને વ્યુઅર્સ માટે 68 દેશોમાં ડેસ્કટોપ અને મોબાઈલ (Mobile) ડિવાઈસ માટે ઉપલબ્ધ છે. આને એન્ડ્રોઈડ અને IOS બંને મોબાઈલ ડિવાઈસ માટે ઉપલબ્ધ કરાવાયું છે. કંપનીએ કહ્યું છે કે આ ફીચર આ વર્ષે વધુ ક્રિએટર્સ સુધી પહોંચાડી શકાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.

યૂટ્યૂબ (YouTube) એ જણાવ્યું કે આ ફીચર કેટલાક ટાઈપ્સના વીડિયો માટે ઉપલબ્ધ નહીં હોય. આમાં પ્રાઈવેટ, એજ રિસ્ટ્રિક્શન, અનલિસ્ટેડ જેવા વીડિયો સામેલ છે. Super Chat અને Super Stickersની જેમ Super Thanks ક્રિએટર્સને પોતાના ફેન સાથે કનેક્ટ કરવા સિવાય તેમને વધુ રૂપિયા કમાવવાનો અવસર આપે છે.

તમને સુપર થેન્ક્સ (Super Thanks) નો એક્સેસ મળ્યો કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો. સૌથી પહેલા YouTube Studio માં સાઈન-ઈન કરી લેફ્ટ મેનુમાં Monetization પર ક્લિક કરો. અહીં સુપર ટેબ પર ક્લિક કરો. અહીં તમને સુપર થેન્ક્સનું ઓપશન ઓન અને ઓફ સાથે મળશે. જો તમને આ ફીચર હજું સુધી નથી મળ્યું તો તમારે આ માટે થોડી રાહ જોવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news