ખેડૂતનો વલોપાત: લાખો રૂપિયાનો માલ તો બગડ્યો મજૂરીના પણ માથે પડ્યા
વાવાઝોડું ઘમરોળીને આગળ તો નીકળી ગયું છે પરંતુ વાવાઝોડા (Cyclone) ના ગયા પછી વેરેલા વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડા (Cyclone)થી ખેડૂતો ની સ્થિતિ અતિ દયનિય બની છે.
જયેશ ભોજાણી, ગોંડલ: ગોંડલ (Gondal) તાલુકાના સુલતાનપુર (Sultanpur) ગામે ખેડૂત (Farmer) દ્વારા ૧૫ માસની કઠોર મહેનત બાદ વાવેતર કરવામાં આવેલ પપૈયાંના પાકને વિનાશક વાવાઝોડાએ જમીનદસ્ત કરી નાખતા ખેડૂતને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો છે. ખેડૂતના (Farmer) આ વલોપાતથી કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી દશા ઊભી થવા પામી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra) માં અને ગુજરાત માં તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) ની અસર જોવા મળી છે વાવાઝોડું ઘમરોળીને આગળ તો નીકળી ગયું છે પરંતુ વાવાઝોડા (Cyclone) ના ગયા પછી વેરેલા વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડા (Cyclone)થી ખેડૂતો ની સ્થિતિ અતિ દયનિય બની છે.
Tauktae બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યોગેશભાઈ ગોંડલીયા દ્વારા 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકને આશરે 15 મહિના પહેલા તાઇવાનનું 786 નંબરનું પપૈયાના બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પપૈયાનો પાક ઉતારવા ઉપર આવ્યો ત્યાં જ વિનાશક વાવાઝોડા (Cyclone) એ ખેડૂતના સ્વપ્નને રોળી નાખ્યું છે 17 વીઘામાં વાવવામાં આવેલ પપૈયાંના પાકમાંથી આશરે ૧૦,૦૦૦ જેટલા છોડને વિનાશક વાવાઝોડાએ વેરવિખેર કરી નાખ્યું અને તૈયાર પાકને ભો ભેગું કરી નાખતા ૮ લાખનું આર્થિક નુકસાન ઉપરાંત ૧૫ માસની કઠોર મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ
ટુટીફુટી બનાવવામાં પપૈયાનો થાય છે ઉપયોગ
પપૈયાનો ઉપયોગ રૂટિન ખાવા ઉપરાંત પાન મસાલા, આઈસ્ક્રીમ કે ગોલા ઉપર નાખવામાં આવતી ટુટીફુટી બનાવવામાં થતો હોય છે. હાલ ખેતરમાં પડી ગયેલા પોપૈયા ટુટીફુટી બનાવવા લાયક પણ રહ્યા નથી. ખરાબ કે બગડી ગયેલ પપૈયા નો નાશ કરવા માટે આ ખેડૂત ને ખર્ચ વેઠવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube