• ​ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, આટકોટ, જસદણ, વીંછીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે

  • ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર વાવાઝોડામાં પડી ગયેલા બાવળના ઝાડ અને ઉડી આવેલ સાંઠીની ભરીઓને પોલીસ જવાનોએ દૂર કરી રસ્તો સાફ કર્યો


જયેશ ભોજાણી/ગોંડલ :તૌકતે વાવાઝોડાની અસર રાજકોટ પંથકમાં પણ વર્તાઈ રહી છે. ગઈકાલ સવારથી જ રાજકોટ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતો રહ્યો હતો. ગત રાત્રિના વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયે પહોંચતા જ તેમની અસર રાજકોટ પંથકમાં જોવા મળી હતી. તંત્ર દ્વારા પણ સતત વાવાઝોડા લઈને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લામાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો 
ગઈકાલ સવારથી જ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા શહેર તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારો વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા. વહેલી સવાર સુધીમાં અંદાજે 1 થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવનને સાથે વરસાદ પડતાં હાઈવે પરના વાહનો થંભી ગયા હતા. રાજકોટ પંથકની વાત કરીએ તો, ગોંડલ, કોટડા સાંગાણી, શાપર વેરાવળ, આટકોટ, જસદણ, વીંછીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હાલ તંત્ર આ વાવાઝોડા પહોંચી વળવા વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ, નગર પાલિકા સ્ટાફ, ફાયર સ્ટાફ, જી.ઈ.બી સહિતના કર્મચારીઓ ખડેપગે સજ્જ છે.


આ પણ વાંચો : સુરેન્દ્રનગર તરફ વળ્યું વાવાઝોડું, હાલ તોફાન પ્રતિ કલાક 13 કિમીની સ્પીડે આગળ વધી રહ્યુ છે  


પોલીસ કર્મચારીઓએ વૃક્ષો હટાવી રસ્તો સાફ કર્યો 
તો ગોંડલ શિવરાજગઢ રોડ ઉપર વાવાઝોડામાં પડી ગયેલા બાવળના ઝાડ અને ઉડી આવેલ સાંઠીની ભરીઓને ચાર પોલીસ જવાનોએ દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ વાળા, શક્તિસિંહ જાડેજા, રૈયાભાઈ ખીંટ અને સંજયભાઈ મકવાણા સહિતનાઓ શિવરાજગઢ ગામે સ્થળાંતરની કાર્યવાહી માટે જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર વાવાઝોડાના કારણે પડી ગયેલ બાવળનું ઝાડ અને એક ટ્રેકટર ભરાય તેલતી સાંઠી નજરે ચઢી હતી. ત્યારે તેમણે રોડ સાફ કરી ઉમદા ફરજ બજાવી હતી.


આ પણ વાંચો : તૌકતેએ સૌથી વધુ તબાહી દીવમાં સર્જી, 130 કિમીની સ્પીડે ફૂંકાયેલા પવને બધુ વેરવિખેર કર્યું 


વૃદ્ધ દંપતી માટે એમ્બ્યુલન્સ બોલાવી સ્થળાંતર કરાયા 
તૌકેત વાવાઝોડાને લઈ તંત્રને તકેદરીના ભાગ રૂપે એલર્ટ કરાયું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે ત્યારે એક બાળકને તૌકેત શું છે એ તો નથી ખબર પણ પોતાના ઘરવખરીનો સામાન સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયો હતો. તો ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક બીમાર અશક્ત વૃદ્ધ દંપતીને ખસેડવા માંટે ફરજ પર રહેલ સિટી પીઆઈ એસએમ. જાડેજા દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી સ્ટ્રેચર મારફત સલામત સ્થળે ખસેડયા હતા.


આ પણ વાંચો : રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે