બનાસકાંઠા : દિવાળીને હવે ગણત્રીના દિવસો જ બાકી છે તે અગાઉ વિદ્યાર્થી ડીસા તાલુકાપંચાયત કચેરીમાં વિધાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ક્રિમિલિયર સર્ટી કઢાવવા આવેલા વિધાર્થીઓને TDOએ અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. ટીડીઓ આવું કરી જ કઇ રીતે કરી શકે તેઓ માત્ર સરકારી નોકર છે અને આ કામ કરવું તેમની ફરજ છે તેમ કહીને ભારે હોબાળો કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ સ્થાનિક સ્ટાફે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 30 કેસ, 27 સાજા થયા એક પણ મોત નહી


વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે, TDO બી.ડી સોલંકી ઓફિસમાં દારૂ પીને બેઠા  હતા. વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુંક કરી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ કામગીરી પણ નથી કરતા. તેઓ ક્યારે પણ વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વર્તન નથી કરતા અને તેમના કામ પણ નથી કરતા. વારંવાર અકારણ ધક્કા ખવડાવે છે. જ્યારે પણ તેમને મળવા જાઓ ત્યારે તેઓ નશામાં જ હોય છે તેવો આક્ષેપ કર્યો હતો. હોબાળો સ્થાનિક સ્ટાફે શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શાંત નહી થતા આખરે પોલીસને બોલાવવી પડી હતી. 


તહેવારની રાતોમાં પોલીસ થાકીને લોથ થઇ ગઇ, અચાનક DCP એ આવીને એવું કર્યું કે...


હોબાળા અંગે માહિતી મળતાની સાથે જ ડીસા પોલીસ પણ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી. તાલુકા પંચાયત કચેરીથી ટીડીઓને લઇને પોલીસ રવાના થઇ હતી. પોલીસ દ્વારા TDO બી ડી સોલંકીનો બ્લડનો રિપોર્ટ મોકલવા માટેની  કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ બાદ જ TDO વિરુદ્ધ કરાશે કાર્યવાહી કરશે. જો બ્લડમાંથી આલ્કોહલ મળી આવે તો તેની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું સ્થાનિક ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube