આશ્કા જાની, અમદાવાદ: ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માસ્ક ના પહેરનારા સામે સરકારની કડક કાર્યવાહી, હવે 200 નહીં આટલા રૂપિયાનો થશે દંડ


કોરોના કાળમાં જ ચાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. અને હવે તે વધુ મોંઘી થવા જઈ રહી છે. સવારમાં ઑફિસમાં કે ઘરે, બહાર જતા મિત્રો કે સંબંધીઓ સાથે ચાની ચુસ્કી માણવી હવે મોંઘી પડી શકે છે. આસામના વિનાશક પૂરની સ્થિતિને જોતા નવરાત્રિ બાદ ચાના ભાવમાં 60 ટકાનો વધારો તોળાઈ રહ્યો છે. જેના કારણે ચાની કીટલી પર જે ચાનો કપ મળે છે તેમાં પણ 2 થી 3 રૂપિયાનો વધારો થયો છે.


આ પણ વાંચો:- પિતાનો સંકલ્પ ચાલુ રાખવા પુત્રોએ ઘરે જ બનાવ્યા સવા લાખ અનોખા શિવલિંગ


સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં જ નવી ચાના ઉત્પાદનની શરૂઆત થતી હોય છે. વર્ષ 2019ની સરખામણીમાં આ વર્ષે ચાનું ઉત્પાદન 170 મિલિયન જેટલું ઓછું થયું છે. ઓછા ઉત્પાદનના કારણે ઉત્પાદકો ભાવમાં વધારો કરવા મજબૂર થયા છે. જેથી હવે ચાની ચૂસ્કી મોંઘી પડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube