પરખ અગ્રવાલ, અંબાજી : અંબાજી નજીક રાણપુર આંબા ગામે એક શિક્ષિકાની કારની અડફેટે વિદ્યાર્થીનીનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની વિગતો જોઈએ તો અંબાજીથી 7 કિલોમીટર દૂર રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ખ્યાતિબહેન નામના શિક્ષિકાએ અલ્ટો કાર પુર ઝડપે ચલાવતા આ કાર પાણીની ટાંકી અથડાઈ હતી. આ કારે અકસ્માતે બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માતાએ દીકરીને ભણાવવા મોકલી સ્કૂલ પણ થયો આજીવન ભુલી ન શકાય એવો વરવો કાંડ


આ ઘટનામાં અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોચી અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીને અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ અકસ્માતના પગલે રાણપુર આંબા પ્રાથમિક શાળા સુમસામ બની છે અને આજે એક પણ શિક્ષક કે વિદ્યાર્થી સ્કૂલમાં ફરકયા નહોતા.


ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું


મળતી માહિતી પ્રમાણે રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ખ્યાતિબહેન ચાલુ શાળા દરમિયાન જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. જેથી વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ આ શિક્ષિકા ફરાર થઇ ગઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube