ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: જિલ્લાના ઇડરમાં આવેલો ઇડરીયો ગઢ આમ તો તેની સુંદરતા અને ભૌગોલીક સ્થિતીને લઇને પ્રસિધ્ધ છે. તેને અમુલ્ય વારસા તરીકે જોવામાં આવે છે, ઇડરીયા ગઢ પર આવેલા જૈન મંદીર પાસે સંત ભવનના નિર્માણ માટે ખોદકામ કરતા પૌરાણીક અને દુર્લભ અવશેષો મળી આવ્યા છે.ઇડરીયો ગઢ એટલે જાણીતા વારસા પૈકીનો એક છે અને એટલે જ આ ઇડરીયો ગઢ એ આકર્ષણ પણ ધરાવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા ઇડરીયા ગઢ પર જૈન, હિન્દુ અને મુસ્લીમ ધર્મના સ્થાનકો આવેલા છે. જ્યાં દર્શન કરવા માટે અનેક લોકો આવતા જતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મના મંદીર ખાતે વિશેષ સગવડો પણ રાખવામાં આવતી હોય છે.
આવી જ રીતે જૈન મંદીર ખાતે સંત ભવનનુ નિર્માણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન તેના પાયા માટે ખોદકામ કરવા વેળા જ પાંચેક ફુટ નિચેથી શિલ્પ કામ કરેલ અદભુત અવશેષ નિકળી આવ્યા હતા. જૈન ધર્મના આ અવશેષોને લઇને હવે તંત્ર દ્રારા પણ તેનો અભ્યાસ કરવા માટેની કાર્યવાહી કરવામા આવી રહી છે, અને ત્યાર બાદ તેની પૌરાણીકતા અને તેની મહત્તાઓના રહસ્ય પણ સામે આવશે. જોકે હાલ તો સાતસોથી પંદરશો વર્ષ પૌરાણીક હોવાની માન્યતા છે.
નીલા રંગના પત્થર પર કરાયેલા શિલ્પ કામને લઇને આ પૌરાણીક અવશેષ વિશેષ આકર્ષણ રુપ લાગી રહ્યો છે. નિલા પત્થર પર વિશાળ મુગુટ પ્રકારના આ શિલ્પ પર જૈન દેવોની પ્રતિમા કોતરવામાં આવેલી છે. આ ઉપરાંત ચાર જેટલા ડમરુ સાથેના પણ વિશેષ પ્રકારના શિલ્પ પણ જોવા મળી રહ્યા છે. તો જૈન દેવોમાં અભીષેકના ગણાતા મહત્વતાને લઇને પણ સર્વોચ્ચ ટોચના મધ્ય ભાગથી મુગુટ શિખા પર અભીષેક કરાતો હોય તે પ્રકારના દ્રશ્યનુ શિલ્પ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આમ પૌરાણીક પ્રકારના અવશેષને હાલમાં ઇડરીયા ગઢ પર આવેલા દિગમ્બર જૈન મંદીર ખાતે રાખવામા આવેલ છે. હવે તંત્ર દ્રારા તેનો અભ્યાસ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇડરીયાગઢ અને અને તેની આસપાસથી અવાર નવાર અનેક પ્રકારના આવા પૌરાણીક વારસાનો ખજાનો મળી આવતો હોય છે. તેની પાછળ કંઇકને કંઇક મહત્વતા છુપાયેલી હોય છે, સાબરકાંઠા જીલ્લામાં પણ મોટે ભાગે દિગમ્બર જૈન વારસો અવાર નવાર મળી આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે