ઉદય રંજન/અમદાવાદ :દેશભરમાં ફેલાયેલી એલન ઈન્સ્ટિટ્યૂટના શિક્ષકની ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં આવેલી એલન ઈન્સ્ટિટ્યૂટમાં એક શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીનું ગળુ દબાવી દીધું હતું. ત્યારે વિદ્યાર્થીને માર મારવાનો મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવાર અને ક્લાસીસના સંચાલક વચ્ચે સમાધાન થતા કોઈ ફરિયાદ કરાઈ ન હતી. 


સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સિંધુ ભવન રોડ પર એલન ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે. ત્યારે રવિવારે સવારે અહીં ક્લાસ ચાલી રહ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વકીલનો પુત્ર ધોરણ-7માં ભણે છે. જે એલન ઈન્સ્ટિટ્યૂટમાં ભણે છે. રવિવારે સવારે તે ક્લાસમાં ગયો હતો. ક્લાસમાં અમન કોઠારી નામના શિક્ષકે વિદ્યાર્થીને સજા આપવાના ભાગરૂપે તેનુ ગળુ પકડી લીધું હતું. તેણે શિક્ષકનો પ્રતિકાર કર્યો તો શિક્ષકે પોતાના બીજા હાથથી તેના ગળાનો ભાગ દબાવ્યો હતો. 



ક્લાસ બાદ તેની માતા જ્યારે તેને લેવા આવી હતી, ત્યારે તેણે પોતાની માતાને સઘળી હકીકત જણાવી હતી. જેના બાદ વકીલ અને તેમના પત્ની દીકરાને લઈને ક્લાસમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ફરિયાદ કરવા તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે પોલીસના હાથે એ સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા હતા, જેમાં શિક્ષક અમન કોઠારી વિદ્યાર્થીનું ગળુ દબાવી રહ્યો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીને ગળામાં ભાગે થોડી ઈજા પહોંચી હતી. આ મામલે માતાપિતા તથા એલન ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે હોબાળો પણ થયો હતો. પરંતુ બંને પક્ષે સમાધાન થઈ જતા માતાપિતાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, એક સમય હતો જ્યારે શિક્ષકોને લોકો ભગવાનનુ સ્વરૂપ ગણતા હતા, પરંતુ સમય સાથે શિક્ષકો હેવાન જેવા બની ગયા છે. સારુ શિક્ષણ આપવાને બદલે તેઓ વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરવા લાગ્યા છે. આવા અનેક કિસ્સાઓ નિયમિત સામે આવી રહ્યાં છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :