સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Updated By: Jul 29, 2019, 08:13 AM IST
સુરત આગકાંડ : ગેરકાયદે બાંધકામની ફરિયાદ આગળ ફોરવર્ડ ન કરનાર ઈજનેર પકડાયો, 47.88% વધુ સંપત્તિ

તેજશ મોદી/સુરત :સુરતની તક્ષશિલા આર્કેડ આગકાંડની ઘટનામાં એક તરફ શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચ અને મહાનગર પાલિકા તપાસ કરી રહી છે, તો બીજી તરફ બેજવાબદાર અને લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો પણ સુઓમોટો કાર્યવાહી કરી રહી છે. ત્યારે એસીબીએ પાલિકાના વધુ એક અધિકારી સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. ત્યારે એસીબીના સકંજામાં ઈજનેર હરેરામસિંઘ બીજી વખત આવ્યો છે. એસીબીએ હરેરામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

કાળા ચશ્માં પહેરી ઉભેલા આ છે સુરત મહાનગર પાલિકાનો જુનિયર ઈજનેર હરેરામ દુર્યોધન સિંઘ. કાળા ચશ્માંથી કાળી કમાણી કરનારા હરેરામની સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે હાલ હરેરામ સસ્પેન્શન હેઠળ છે. તક્ષશિલા આર્કેડની આગની ઘટના બાદ મહાનગર પલિકા દ્વારા કેટલાક જવાબદારી અધિકારીઓ સામે સુઓમોટો ફરિયાદો દાખલ કરવાનું શરુ કર્યું હતું, જેમાં હરેરામ સિંઘ દ્વારા પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાની માહિતી એસીબીને મળી હતી. જેથી એસીબીની અમદાવાદ કચેરીના અધિકારીઓ દ્વારા હરેરામની આવક, ખર્ચ અને સંપત્તિ વગેરેની તપાસ કરવામાં આવી હતી. તમામ બાબતોની તપાસ કરાતાં એસીબીએ હરેરામની આવક કરતા 47.88 ટકા વધુ સંપતિ મળી આવી હતી. હરેરામે 42.62 લાખની અપ્રમાણસર મિલકત વસાવી હતી. જેથી તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી, જેની તપાસ મહાનગર પાલિકા કરી રહી હતી. અહી બાંધવામાં આવેલી દુકાનોમાં ગેરકાયદે બાંધકામને લઇને આગની ઘટનાના ત્રણ મહિના પહેલા જ ઓનલાઇન ફરિયાદ કરી પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ ફરિયાદ પર ઠંડુ પાણી રેડી દેવાયું હતું. તક્ષશિલાની દુકાનોમાં ગેરકાયદે બાંધકામ મામલે 20 ફેબ્રુઆરી 2019ના દિવસે શરદ ઝાલાવાડિયાએ ઓનલાઇન ફરિયાદ કરી હતી. આ ફરિયાદ જે ટ્રાફિક શાખામાં ટ્રાન્સફર થઈ હતી, પરંતુ ફરજ પરના જુનિયર ઈજનેર હરેરામ દુર્યોધન સિંઘે આ ફરિયાદને શહેર વિકાસ ખાતાને ટ્રાન્સફર ન કરી હતી. આ વાત તપાસ દરમિયાન સામે આવતા મહાનગર પાલિકા કમિશનર એમ. થેન્નારસને હરેરામ ફરજ મૌકૂફીનો આદેશ કર્યો હતો. સાથે જ તેની સામે ચાર્જશીટ પણ ફટકારી હતી. મહત્વનું છે કે હરેરામ અગાઉ રૂપિયા 2000 લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા.

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ એસીબીએ મહાનગરપાલિકાના અલગ અલગ અધિકારીઓ કે જેઓ જવાબદાર હતા તેમની સામે તપાસ શરુ કરી છે, જેમાંથી બે અધિકારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે અન્ય અધિકારીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે, જેથી આગામી દિવસોમાં વધુ ફરિયાદો એસીબી દાખલ કરી શકે છે.