રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટમા શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક કે જેના પર પોતાના વિદ્યાર્થીને સારુ નરસુ શિખડાવવાની જવાબદારી હોઈ છે. પરંતુ જ્યારે એક શિક્ષક જ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવુ કામ કર્યું છે. રાજકોટ મહિલા પોલીસે જયુપિલ પટેલ નામના શખ્સની બળાત્કારના ગુનામા ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યુપિલ પર આરોપ છે કે તેને તેની સાથી મહિલા કર્મીને પ્રેમજાળમા ફસાવી દુષ્કર્મ આચર્યુ છે. તો સાથેજ અંગત પળોને એક વિડીયો બનાવી તેને બ્લેકમેઈલ પણ કરતો હતો. જે વિડીયોનો સહારો લઈ તેણે પોતાની સાથી કર્મીને પોતાના પતિને છુટાછે઼ડા આપી દેવાનુ પણ કહ્યું હતુ.


ક્રિપ્ટો કરન્સીના હબ સુરતમાં ફરીવાર સામે આવ્યું ક્રિપ્ટોકાંડ, થઇ કરોડોની છેતરપિંડી



જે બાદ પિડીતાએ પોતાના પતિને છુટાછેડા પણ આપી દીધા હતા. જો કે અંતે મહિલાને પણ પોતાની ભુલ નુ ભાન થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલસીના જણાવ્યા પ્રમાણે જ્યુપિલ પિડીતાને બહેન કહેતો હતો. ત્યારે જ્યુપિલે ભાઈ બહેનના પવિત્ર સંબંધને પણ ડાઘ લગાડયો છે.