અમદાવાદ : કોરોના મહામારીમાં જુદી જુદી કામગીરી સાથે સંકળાયેલા શિક્ષકોની કામગીરીનો મામલે આખરે સરકારે નમતુ જોખ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજે 2000 શિક્ષકો કોવિડ 19ની જુદી જુદી કામગીરી સાથે છે સંકળાયેલા શિક્ષકોને મુક્ત કરવા માટેનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીમાં કોરોનાનું કડક ચેકિંગ: ચાવંડ ચેકપોસ્ટ પર ખાનગી બસોની 1 કિલોમીટર લાંબી લાઇન લાગી

લાંબા સમયથી કોવિડ 19ની કામગીરીમાં જોડાયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્ય ડ્યુટી સોંપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોના સંદર્ભે કામગીરી કરી રહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને મુક્ત કરવામાં આવશે. અત્યાર સુધી કોરોના સંદર્ભે કામગીરી ન કરી હોય તેવા શિક્ષકોને ડ્યુટી સોંપવા માટેનો નિર્ણય શિક્ષક સમિતી દ્વારા લેવામાં આવ્યો છે. આ એક રોટેશન પદ્ધતી વિકસાવવા માટેનો નિર્ણય સમિતી દ્વારા લેવામાં આવ્યો છે. 


ભાવનગરમાં કોરોના વિસ્ફોટ: તંત્ર અને નાગરિકો બંન્નેમાં સજાગતાનો અભાવ


અમદાવાદની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કામ કરતા 250 જેટલા શિક્ષકોને મુક્ત કરી તેની જવાબદારી અન્ય શિક્ષકોને સોંપવામાં આવશે. 250 જેટલા શિક્ષકો કોવિડ હોસ્પિટલમાં, 1250 જેટલા શિક્ષકો સર્વેની કામગીરીમાં તો મધ્યાહન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકો સુધી ભોજન પહોંચે તે કમગીરીમાં અંદાજે 500 જેટલા શિક્ષકો કામગીરી કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube