અમરેલીમાં કોરોનાનું કડક ચેકિંગ: ચાવંડ ચેકપોસ્ટ પર ખાનગી બસોની 1 કિલોમીટર લાંબી લાઇન લાગી

કોરોનાના કહેરના કારણે સુરત, અમદાવાદ અને મુંબઇમાં રહેતા લોકોએ વતન તરફ દોટ મુકી છે. અમરેલી જિલ્લામાં સુરતથી આવતા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકોનું ફરજીયાત હેલ્થ ચેકઅપ આજથી ચાવંડ ચેક પોસ્ટ ચાલુ કરવામાં આવી છે. જેના પગલે બહારના શહેરોમાંથી આવતી ખાનગી અને સરકારી બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
અમરેલીમાં કોરોનાનું કડક ચેકિંગ: ચાવંડ ચેકપોસ્ટ પર ખાનગી બસોની 1 કિલોમીટર લાંબી લાઇન લાગી

અમરેલી : કોરોનાના કહેરના કારણે સુરત, અમદાવાદ અને મુંબઇમાં રહેતા લોકોએ વતન તરફ દોટ મુકી છે. અમરેલી જિલ્લામાં સુરતથી આવતા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સુરત, અમદાવાદ અને મુંબઇથી આવતા લોકોનું ફરજીયાત હેલ્થ ચેકઅપ આજથી ચાવંડ ચેક પોસ્ટ ચાલુ કરવામાં આવી છે. જેના પગલે બહારના શહેરોમાંથી આવતી ખાનગી અને સરકારી બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

જેના પગલે આ ચેકિંગના કારણે હાઇવે બર બસોની લાંબી લાઇનો લાગી છે. ચાવડ ચેક પોસ્ટથી હાઇવે પર એક કિલોમીટર લાંબી લાઇન લાગી છે. લોકોનાં હેલ્થ ચેકઅપમાં સામાન્ય રીતે 2-5 મિનિટ લાગે છે. જ્યારે એક બસમાં 30-40 મુસાફરો હોય છે. જેના કારણે એક બસનાં ચેકિંગમાં જ 1 કલાક જેટલો સમય લાગી જાય છે. જેથી વહેલી સવારે આવતી ખાનગી બસો અને સરકારી બસોની હાઇવે પર લાઇનો લાગી છે. 

ચાવંડ ચેકપોસ્ટ પર સવારથી જ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું ચે. બે વ્યક્તિ વચ્ચે 3થી 4 ફુટનું અંતર પણ રાખવામાં આવી રહ્યું છે. હેલ્થ ચેકઅપ માટે લોકોની લાંબી લાઇનો લાગી છે. બે વ્યક્તિ વચ્ચે 3થી 4 ફૂટનુ અંતર પણ રાખવામાં આવી રહ્યું છે. હેલ્થ ચેકઅપ માટે લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. તમામ મુસાફરોને 14 દિવસ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અમરેલી જિલ્લામાં બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ વધે તેમાટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news