ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલનું યોજાયું ગ્રાન્ડ રીસેપ્શન, જાણો શું છે વેજીટેરિયન મેનુમાં...?
અક્ષર પટેલના ગ્રાન્ડ રિસેપ્શન માં લગભગ 2500 જેટલા મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં નજીકના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અક્ષર પટેલના રિસ્પેશનમાં 1100 રુપિયાની એક પ્લેટ રાખવામાં આવી.
મૌલિક ધામેચા/નડિયાદ: ઇન્ડિયન ક્રિકેટર અક્ષર પટેલના ગુરુવારે મેહા પટેલ સાથે વડોદરામાં લગ્નગ્રંથીથી જોડાયા. બાદમાં આજે નડિયાદના ઉત્તરસંડા નજીક આરાધ્યા પાર્ટી પ્લોટમાં તેનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું. અક્ષર પટેલના રિસેપ્શનના મેનુની વાત કરીએ તો શું હતું? ડિશમાં જે સાંભળી ભલ ભલાના મો માં પાણી આવી જાય.
ગુજરાતના આ 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
અક્ષર પટેલના ગ્રાન્ડ રિસેપ્શન માં લગભગ 2500 જેટલા મહેમાનો ને આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં નજીકના સાથી મિત્રો, જાણીતા ઇન્ડિયન ક્રિકેટરો, રાજકીય નેતાઓ અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અક્ષર પટેલના રિસ્પેશનમાં 1100 રુપિયાની એક પ્લેટ રાખવામાં આવી. જેમાં 32 જેટલી વાનગીઓ મહેમાનો પીરસવામાં આવી. સૌથી પહેલા મહેમાનોના સ્વાગત માટે રિસેપ્શનમાં મોકટેલ સહિત કોન્ટિનેન્ટલ, ઇટાલિયન મેક્સિકન અને ગુજરાતી ફૂડ જ રાખવામાં આવ્યું હતું.
ફૂલાવરમાં વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ, ખેડૂતોની આવકમાં હવે થશે 3 ગણો વધારો
રિસેપ્શનમાં મેનુના સ્ટાર્ટરથી લઈ મેનકોર્સમાં શું હતુ ?
વેલકમ ડ્રીંક, ફ્રેશ બ્લેક પાઈનેપલ જ્યુ, બ્લુ લગૂન જ્યુસ પછી આવે સુપનું કાઉન્ટર જ્યાં અવનવા સૂપ પીરસવામાં આવ્યા હતા. જેમાં સ્મોકી ટોમેટો બેલ પેપર, હૉટ એન્ડ સોર સૂપની મહેમાનોએ આ કડકડતી ઠંડીમાં મોજ માણી હતી.સ્ટાર્ટરમાં ગ્રીલ્ડ પાનીની સેન્ડવીચ વિથ ટોમેટો એન્ડ આઇસલેન્ડ સોસ, ચાટમાં નીમ પત્તા ચના કા ચાટ વિથ સ્વીટ કર્ડ, મીઠી ચટણી, મિન્ટ ચટણી, ઇટાલિયનમાં પેપર થીન પીઝા મેક્સિકન ડીશમાં પણ મેક્સિકન ટીટબીટ રાઈસ ગુજરાતીઓને તો સ્વીટ વિના ન જ ચાલે અને એટલે સ્વીટમાં ક્રીમ ચાંદની બાર વિથ કેસ્યું, વોલનટ, કોકોનેટ એન્ડ રોઝ પેટલ પીરસવામાં આવી હતી. સલાડમાં ગાર્ડન ફ્રેશ ગ્રીન ક્રિસ્પી સ્પીનચ પોટેટો, બેલ પેપર સલાડ હતુ. તો પાપડ, સારેવડાનું અથાણું અને રાયતા મરચા તો ખરા જ. હવે વાત કરીએ મેઈન કોર્સની તો તેમાં પનીર અંગુરી કોફતા વિથ વાઈટ એન્ડ યેલો સોસ, વેજીટેબલ દીવાની હાંડી, સ્પીનીચ કોન કેપ્સીકન ગાર્લિક મસાલા તેની સાથે ઇન્ડિયન બ્રેડમાં બેબી હરિયાલી નાન, લચ્છા પરાઠા, ફુલકા રોટી પણ પીરસવામાં આવી હતી.
અહીં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન, દરરોજ લાખો ભૂખ્યાનું પેટ ઠારે છે આ યોજના
પછી જેના વગર ગુજરાતીઓને ઓડકાર ન આવે એ સ્ટીમ રાઈસની સાથે ગુજરાતી દાલ અને દાલ ફ્રાય પણ હતા અને હવે વારો ખાને કે બાદ કુછ મીઠા હો જાયે. તો અક્ષર પટેલને ત્યાં ડેઝર્ટમાં મલાઈ, રોઝ એન્ડ બીપીકે એરોસ્ટેડ કુલ્ફી હતી અને અંતમાં જેની તલબ ભગવાનને પણ હોય એ મુખવાસ પણ હતો.
ખાસ કરીને આમંત્રિત મહેમાનો માટે એન્ચાન્ટેડ ગાર્ડન થીમ સ્ટેજ શણગારવામાં આવ્યુ.તો બાહુબલી બોટમાં પત્ની મેહા સાથે અક્ષર પટેલ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા.