અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સામે સંક્રમિતોની સારામાં સારી સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલના તબીબોનું માર્ગદર્શન કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ તબીબોને સ્પેશ્યલ વિઝીટ માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા છે. વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાને અમદાવાદની આ ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ જે ખૂબ જ ટૂંકાગાળામાં કાર્યરત કરવામાં આવી છે તેમાં સેવારત મેડીકલ ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થવા ખાસ વિઝીટ માટે મોકલવા ગૃહ મંત્રીને વિનંતી કરવામાં આવી હતી. આ  શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શ્રેષ્ઠ તબીબોનું ઝિણવટભર્યુ માર્ગદર્શન કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબોને મળવાથી સંક્રમિતોની સારવાર વધુ સઘનતાથી થઇ શકશે અને દર્દીઓ ઝડપથી સાજા થઇ પોતાના ઘરે જઇ શકશે, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે દિશામાં રાજ્ય સરકાર તેમના માર્ગદર્શનમાં સંપૂર્ણ કટિબદ્ધતાથી આગળ વધશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં શુક્રવારે 390 પોઝિટિવ કેસ નોંધાયો હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કુલ પોઝિટિવ કેસનો આંકડો 7403 પર પહોંચી ગયો છે. તો અમદાવાદ (Ahmedabad) માં 269 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ ભલે ભયજનક હોય, પરંતુ રાહતના એક સમાચાર એવા છે કે, અમદાવાદમા કેસના આંકડામાં ઘટાડો પણ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસના આંકડા પર નજર કરીએ તો આંકડામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે શુક્રવાર - 269 કેસ, ગુરુવાર - 275 કેસ, બુધવાર - 291 કેસ, મંગળવાર - 336 કેસ નોંધાયા હતા.


કોરોનાની સારવાર માટે ઊભી કરાયેલી સરકારી કૉવીડ19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરતા સાચા 'કૉરોના વૉરિયર્સ' ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપશે. સમર્પણ અને સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો હતો.


તબીબોને મળશે માનદ વેતન
વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000 નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ના કર્મચારીઓને રૂ. 15,000 નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે. વર્ગ-4 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 10,000 નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૂ. 5,000 નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ અપાશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube