રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં દિવસે દિવસે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, રાત્રીના સમયે હવે યુવતીઓ (Girls) પોતાને સુરક્ષિત મહેસૂસ નથી કરી શકતી. કેમકે પંડ્યા બ્રિજ પાસે રાત્રીના સમયે એક્ટિવા સવાર યુવતી છેડતીનો ભોગ બની છે. ત્રણ યુવકોએ યુવતીને આંતરી તેની છેડતી (Molestation) કરી યુવતીને વાળ પકડી રોડ પર ઢસડી ગડદાપાટુનો માર પણ માર્યો. જે અંગે યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશન (Police Station) માં ફરિયાદ નોધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા (Vadodara) શહેરના પંડ્યા બ્રિજ પાસેથી રાત્રી કરફ્યુ (Night curfew) ના અમલ બાદ પસાર થતી એક્ટિવા સવાર યુવતીનો પીછો કરી એક્ટિવા સવાર અજાણી ત્રિપુટીએ બિભત્સ વર્તન કરી ગડદાપાટુનો માર માર્યાનો બનાવ ફતેગંજ પોલીસ મથકે (Police Station) નોંધાયો છે, અત્રે નોંધનીય છે કે આરોપીઓએ પ્રેસમાં હોવાની ઓળખ આપી યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.

Vadodara માં રેગિંગની ઘટના: મેડિકલ સ્ટુડન્ટને જાહેરમાં કરાવી 100 ઉઠક-બેઠક, કોલેજના સત્તાધીશો દોડતા થયા


વડોદરા (Vadodara) શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી ગેંડા સર્કલ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે એક્ટિવા સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ અપશબ્દો બોલી બિભત્સ વર્તન કર્યું હતું. અને પંડ્યા બ્રિજ સુધી એક્ટિવા સવાર યુવતીનો પીછો કરી હું પ્રેસમાં છું તને બદનામ કરી નાખીશ તેમ જણાવ્યું હતું. 


જેથી યુવતીએ અજાણ્યા એક્ટિવા સવાર ત્રણ યુવકોના ફોટા પાડતા ઉશ્કેરાયેલી ત્રિપુટીએ યુવતીના વાળ પકડી જમીન પર ઘસડી ગડદાપાટુનો માર માર્યો હતો. યુવતીના પરિવારજનો નજીકમાંથી જ પસાર થતા હોય સ્થળ પર દોડી આવતા હુમલાખોર ત્રિપુટી નાસી છુટી હતી. યુવતીએ કંટ્રોલરૂમમાં ફરિયાદ કરતાં પોલીસે સ્થળ પર આવી એકટીવા કબજે કરી ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.

Rainfall: લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ


મહત્વની વાત છે કે માત્ર પંડ્યા બ્રિજ પાસે નહિ પરંતુ અકોટા દાંડિયા બજાર બ્રિજ પર યુવતીઓ અવાર નવાર આવી જ રીતે રોમિયોનો ભોગ બને છે. જેમાં બ્રિજ (Bridge) પર અડીંગો જમાવનાર અસામાજિક તત્વો યુવતીઓને જોઈ ગંદી કૉમેન્ટ કરે છે, સાથે જ તેમની છેડતી પણ કરે છે. તે ઉપરાંત વાહન પર જતી યુવતીનો પીછો કરે તેમના ફોટો પણ પાડે છે. ત્યારે વડોદરા પોલીસ આવા રોમિયો અને અસામાજિક તત્વો સામે ક્યારે કડક હાથે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube