ભેજાબાજ ચોર એવી રીતે મોબાઇલની કરતો ચોરી કે કલાકો સુધી પીડિતને ખબર પણ નહોતી પડતી
સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકેટ ચોરની ધરપકડ કરી છે. આરોપી રુપિયા માટે નોકરી છોડી ચોરીના રવાડે ચઢ્યો અને વસ્ત્રાપુર,સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં માત્ર મોબાઈલની ચોરી કરતો હતો. નોંધનીય છે કે આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. કોણ છે આ શખ્સ કેવી હતી મોબાઈલ ચોરીની મોડસ ઓપરેન્ડી જોઇને તમારો કોઇના પર દયા કરવા પરથી વિશ્વાસ જ ઉઠી જશે. પોલીસ ગિરફતમાં ઉભેલ આ શખ્સનુ નામ છે જય દુધાત. આરોપી છેલ્લા થોડાક સમયથી અમદાવાદના પોશ વિસ્તારમાં પી.જી તરીકે રહી રહેતો હતો, ચોરીની ઘટનાઓે અંજામ આપતો હતો. પોલીસે આરોપી પાસેથી 8 જેટલા મોંધા મોબાઈલ પણ કબ્જે કર્યા છે. જો કે આરોપીએ ગત જુલાઈ 2019 થી કુલ 31 જેટલા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકેટ ચોરની ધરપકડ કરી છે. આરોપી રુપિયા માટે નોકરી છોડી ચોરીના રવાડે ચઢ્યો અને વસ્ત્રાપુર,સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં માત્ર મોબાઈલની ચોરી કરતો હતો. નોંધનીય છે કે આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. કોણ છે આ શખ્સ કેવી હતી મોબાઈલ ચોરીની મોડસ ઓપરેન્ડી જોઇને તમારો કોઇના પર દયા કરવા પરથી વિશ્વાસ જ ઉઠી જશે. પોલીસ ગિરફતમાં ઉભેલ આ શખ્સનુ નામ છે જય દુધાત. આરોપી છેલ્લા થોડાક સમયથી અમદાવાદના પોશ વિસ્તારમાં પી.જી તરીકે રહી રહેતો હતો, ચોરીની ઘટનાઓે અંજામ આપતો હતો. પોલીસે આરોપી પાસેથી 8 જેટલા મોંધા મોબાઈલ પણ કબ્જે કર્યા છે. જો કે આરોપીએ ગત જુલાઈ 2019 થી કુલ 31 જેટલા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરી છે.
‘તારીખ કેમ નથી આપતા, મને કેમ બેસાડી રાખો છો?’ કહીને આરોપીએ કર્યું જજનું અપમાન
પોલીસનુ કહેવુ છે કે, આરોપી પહેલા વીમા કંપનીમાં કામ કરતો હતો અને નોકરી છુટ્યા બાદ રૂપિયા માટે તેને મોબાઈલ ચોરી કરવાની શરુઆત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી મોબાઈલની ચોરી એટલી ચાલાકીથી કરતો હતો કે કોઈને શંકા પણ જતી ન હતી. આરોપી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણી આપને પણ નવાઈ લાગશે કે કેવી રીતે લોકોને પોતાની જાળ માં લોકોને ફસાવતો. આરોપી જય દુધાત મુસાફર બની રિક્શામાં બેસી જતો હતો અને રિક્શામાં બેઠેલા અન્ય મુસાફર અથવા રિક્શા ચાલકનુ મોબાઈલ વાત કરવા માંગતો.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ભર્યા ફોર્મ, પણ ભાજપ વિજય મુહૂર્ત ચૂકી ગયું
જો કે તે પોતાની સાથે એક બેગ રાખતો અને જેમાં કોઈ પણ ભારે વસ્તુ મુકી દેતો હતો. વાત કરતા કરતા થોડાક આગળ નિકળી જતો અને રિક્શામાં બેસેલા અન્ય મુસાફર અથવા રિક્શા ચાલકને તો એવુ લાગે કે તેનો બેગ રિક્શામાં છે જેથી તે ક્યાં જશે? પરંતુ તે અચાનક વાત કરતા કરતા ગાયબ થઈ જતો અને ચોરીને અંજામ આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી સુરત અને રાજકોટ સહિત અન્ય જગ્યાએ મોબાઈલ વેંચી દેતો હતો. નોંધનીય છે કે, પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા 31 જેટલા મોબાઈલ ચોરીની કબુલાત કરી છે. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે અમદાવાદ સિવાય તેને અન્યા જીલ્લાઓમાં ચોરીઓ કરી છે કે કેમ અને તે ચોરીનો મોબાઈલ કોણે વેંચી દેતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube