ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ભર્યા ફોર્મ, પણ ભાજપ વિજય મુહૂર્ત ચૂકી ગયું

ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) નો જંગ રોમાંચક બન્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ફોર્મ ભર્યા બાદ પોતાના જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું. ભરતસિંહે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે. જોડતોડની રાજનીતિનો વિજય નહિ થાય.  
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ રાજ્યસભા ચૂંટણી માટે ભર્યા ફોર્મ, પણ ભાજપ વિજય મુહૂર્ત ચૂકી ગયું

ઝી મીડિયા/ગાંધીનગર :ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજ્યસભાની ચૂંટણી (rajyasabha Election) નો જંગ રોમાંચક બન્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્વાજે ફોર્મ ભર્યા બાદ પોતાના જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યું હતું. ભરતસિંહે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે. જોડતોડની રાજનીતિનો વિજય નહિ થાય.  

બંગાળને હરાવીને સૌરાષ્ટ્રનો શાનદાર વિજય, Ranji Trophy જીતી ઈતિહાસ સર્જ્યો 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ત્રણેય ઉમેદવાર એકદમ કસાયેલા અને સામાજિક આગેવાનો છે. ત્રણેય સીટો ભાજપ જીતશે એવો અમને વિશ્વાસ છે. કોંગ્રેસના ધારાસભ્યો પર તેઓને વિશ્વાસ નથી, તેથી તેઓ બહાર કે કેમ્પમાં લઈ જાય છે. ભાજપના ઉમેદવારોને 182 ધારાસભ્યોનો ટેકો મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી વ્યક્ત કર્યો હતો. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ નરહરિ અમીનના ડમી બન્યા હતા. તો કિરીટ સિંહ રાણાએ અભય ભારદ્વાજનું ડમી ફોર્મ ભર્યું હતું. તો દિનેશ મકવાણાએ રમીલાબેન બારાનું ડમી ફોર્મ ભર્યું હતું.

ભાજપના ફોર્મ ભરવામાં વિલંબ
ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવામાં વિલંબ થયો હતો. ત્રીજા ઉમેદવારના ફોર્મ ભરાવા અંગે ખામી સર્જાતા ભાજપ વિજય મુહૂર્ત ચૂક્યું હતું. ફોર્મ માટેની કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણેય ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા હતા. ત્યારે આ પહેલા ત્રણેય ઉમેદવારો મુખ્યમંત્રી રૂપાણી સાથે તેમની ઓફિસમાં બેસેલા જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news