બાલી ઉંમરમાં થયેલો પ્રેમ કસોટીમાં પાસ ન થયો : એક્સ બોયફ્રેન્ડે ઝેર ઘોળતા લવ સ્ટોરીનો કરુણ અંજામ આવ્યો
Teenage Couple Suicide : પ્રેમની પરીક્ષામાં ફેલ થયેલા 16-17 વર્ષના પ્રેમી પંખીડાએ સાબરમતી નદીમાં પડતુ મૂકીને આપઘાત કર્યો. શનિવારે આ ટીનએજ કપલ આખી સાંજ અમદાવાદમાં ફર્યું. ને બાદમાં રાતે ભીડ ઓછી થતા રિવરફ્રન્ટથી નદીમાં પડતુ મૂક્યું
Ahmedabad News : સોલા બરસ કી બાલી ઉમર કો સલામ... પ્યાર તેરી પહેલી નજર કો સલામ... આ ગીત સાંભળીને એક આખી પેઢી મોટી થઈ છે. આ ઉમર જ એવી હોય છે કે પ્રેમમાં પડી જાઓ તો ભૂલાતા નથી. આવામા અમદાવાદના બે ટીનેજરની લવસ્ટોરીનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમની પરીક્ષામાં ફેલ થયેલા 16-17 વર્ષના પ્રેમી પંખીડાએ સાબરમતી નદીમાં પડતુ મૂકીને આપઘાત કર્યો. શનિવારે આ ટીનએજ કપલ આખી સાંજ અમદાવાદમાં ફર્યું. ને બાદમાં રાતે ભીડ ઓછી થતા રિવરફ્રન્ટથી નદીમાં પડતુ મૂક્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાના બિડજ ગામે રહેતી 16 વર્ષીય મેઘા મકવાણા અને દસક્રોઈના જેતલપુર ગામે રહેતા 17 વર્ષીય પ્રિન્સ રાવળે શનિવારે રાતે અમદાવાદના સરદાર બ્રિજ પાસેથી રિવરફ્રન્ટ વોકવે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. બંનેએ દુપટ્ટાથી હાથ બાઁધીને નદીમાં ઝંપલા્વુય હુતં. જેના બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ કરતા જ ટીનએજ લવસ્ટોરીના નવા પ્રકરણનો ખુલાસો થયો હતો.
ચોમાસાની બીજી ઈનિંગ માટે તૈયાર રહો : આ દિવસોએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ આવશે
તપાસમાં ધડાકો થયો કે, મેઘાના મોબાઈલમાં તેના એક્સ બોયફ્રન્ડની ચેટ પ્રિન્સે પકડી પાડી હતી. તેના બાદ બંને વચ્ચે શુ થયુ તે હજી સામે આવ્યુ નથી. પરંતું બંને શનિવારે બાઈક પર અમદાવાદ ફર્યા હતા અને રાતે આપઘાત કર્યો હતો.
લાલ ટામેટાના ભાવ આસમાને : એક નંગ ટામેટું તમને કેટલામાં પડે છે તે અમે તમને બતાવીએ
તેમના પરિવારજનો પાસેથ મળતી માહિતી અનસુરા, ધોરણ-10 માં ભણતા સમયે પ્રિન્સ અને મેઘા વચ્ચે પ્રેમ થયો હતો. બંને ધોરણ-10માં નાપાસ થયા હતા. પરંતુ બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હોવાથી સતત મળતા રહેતા હતા. શનિવારે પ્રિન્સે મેઘાના મોબાઈલમાંથી તેના એક્સ બોયફ્રેન્ડની ચેટ પકડી પાડી હતી. તેના બાદ બંને વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો. આ બાદ બંનેએ કોઈ નિર્ણય લીધો હતો, અને બંને અમદાવાદ આવવા નીકળી ગયા હતા. મેઘાએ તેની માતાને કહ્યુ હતું કે, તે તેની બહેનપણીના ઘરે જાય છે. તો પ્રિન્સ સાંજે 5 વાગ્યે ઘરેથી બહાર નીકળી ગયો હતો. આપઘાત પહેલા પ્રિન્સે પોતાના મિત્રોને ફોન કરીને જાણ કરી હતી કે, મારી બાઈક અને મોબાઈલ ફોન રિવરફ્રન્ટ પરથી આવીને લઈ જજો. આ બાદ તેની માતા અને મિત્રો તેને શોધવા નીકળ્યા હતા.
ગુજરાતના રાજકારણનો આજનો સૌથી હોટ ટોપિક : પાટીલ ક્યાં જાય છે
રાજ્યસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરથી છૂટ્યો મોટો આદેશ, ધારાસભ્યો ગુજરાત ન છોડે