ગુજરાતના રાજકારણનો આજનો સૌથી હોટ ટોપિક : પાટીલ ક્યાં જાય છે
CR Paatil Big Breaking : મોદી કેબિનેટમાં ગુજરાતના કેટલાક મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. આ વચ્ચે પાટીલના દિલ્હી જવા પર મોટું સસ્પેન્સ હજી પણ યથાવત છે
Trending Photos
BJP New State Presidents : રાજ્યસભાની ચૂંટણી કરતા પણ ગુજરાતનો સૌથી હોટ ટોપિક છે પાટીલ. ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરીને ગુજરાતની જાહેરાત બાકી રાખી. આમ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ માટે સસ્પેન્સ હજી પણ યથાવત છે. પાટીલના દિલ્હી જવા વિશે પણ અનેક અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગુજરાતમાં જ રહેશે કે દિલ્હીમાં જશે તે વિશે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. કારણ કે, ભાજપે પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત વચ્ચે ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખ જાહેર કરી દીધા છે. પરંતુ ગુજરાતની જાહેરાત બાકી રાખી છે. આવામાં પાટીલ યથાવત રહેશે કે દિલ્હી જશે તે હજી દિલ્હીએ કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ પાટીલને નવી જવાબદારી અપાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઉપરાંત પાર્ટીની કેટલીક એક્ટિવિટી સસ્પેન્સ જગાવી રહી છે.
આ અઠવાડિયામાં ગુજરાતના રાજકારણમાં ઘણુ બધુ નવુ થઈ રહ્યુ છે અને થવાનું છે. એક તરફ રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ છે. બીજી તરફ મોદી કેબિનેટમાં ગુજરાતના કેટલાક મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. આ વચ્ચે પાટીલના દિલ્હી જવા પર મોટું સસ્પેન્સ હજી પણ યથાવત છે.
નરેન્દ્ર મોદી ચાલુ સપ્તાહમાં પોતાના મંત્રીમંડળનું વિસ્તરમ કરી શકે છે. આ વિસ્તરામાં ગુજરાતમાંથી કેટલાક મંત્રીઓના સ્થાને નવા ચહેરાઓ ઉમેરાઈ શકે છે. આ નવા ચહેરાઓમા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નામ મોખરે આવી રહ્યું છે. તો ચર્ચા છે કે, ભાજપે 4 રાજ્યોમાં નવા પ્રમઉખ નિયુક્ત કર્યા, પરંતુ ગુજરાત બાકી રાખ્યુ. ત્યારે ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થશે. ગુજરાતમાંથી સીઆર પાટીલને સમાવાશે.
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની સીઆર પાટીલને ત્રણ વર્ષી ટર્મ એક સપ્તાહમાં પૂરી થી રહી છે. આ દરમિયાન 9 જુલાઈની આસપાસ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા છે. તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનારા પાટીલને મંત્રી તરીકે સમાવેશ આપવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે તેવુ સૂત્રોનું કહેવું છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર થશે એ લગભગ નક્કી છે. હાલ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે, પાટીલના સ્થાને ગુજરાતમા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હાઈકમાન્ડ કાયમી નિયુક્તિને બદલે હાલ પૂરતા ઈન્ચાર્જ પ્રમુખને જવાબદારી સોંપીને સંગઠનાત્મક પ્રવૃત્તિને આગળ વધારી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ સંગઠનને કાયમી પ્રમુખ મળે તેવી પણ આંતરિક ચર્ચાઓ ઉઠી છે.
ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત
4 રાજ્યોમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશના નવા ભાજપ અધ્યક્ષ ડી પુરંદેશ્વરી બનાવાયા છે. ઝારખંડમાં ભાજપની કમાન બાબુલાલ મરાંડીને સોંપાઈ છે. સુનીલ ઝાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે.
આમ, મોદી સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપ પાટીલને દિલ્હી લઈ જઈ 156 સીટોની જીતનો શિરપાંવ આપે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે