ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કેસમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા હતા. ગુજરાત હાઈકોર્ટે મુંબઈમાં રહેતા સામાજિક કાર્યકરને તાત્કાલિક સરેંડર કરવા કહ્યું છે. 2002ના ગુજરાત રમખાણોમાં પીએમ મોદીને ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ સેતલવાડ પર ખોટી રીતે પુરાવા ઉભા કરવા બદલ કેસ થયો હતો. આરોપ છે કે તેમણે પીએમ મોદીને બદનામ કરવા અને ફસાવવાના ઉદ્દેશ્યથી આવું કર્યું હતું. ગુજરાત પોલીસે FIR નોંધ્યા બાદ 25 જૂન, 2022ના રોજ તિસ્તા સેતલવાડની પણ ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાંથી મળી હતી રાહત 
તિસ્તા સેતલવાડને ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ ઘણા મહિનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં તિસ્તા સીલતવાડને જામીન આપ્યા હતા. આ પછી તે જેલમાંથી બહાર આવવામાં સફળ રહી હતી. ગુજરાત હાઈકોર્ટમાં નિર્જર દેસાઈએ  તિસ્તાની જામીન અરજી પર સુનાવણી કરી અને તિસ્તાની માગણી ફગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણોમાં ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ, ગુજરાત પોલીસની અમદાવાદ ડીસીબીએ ખોટા પુરાવાઓ બનાવવા બદલ FIR દાખલ કરી હતી. આ કેસમાં તિસ્તા ઉપરાંત સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ અને રાજ્યના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર પણ તેની સાથે છે. આ કેસમાં બંને સહઆરોપી પણ છે.


ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ, ક્યાં ઓરેન્જ એલર્ટ


જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટતા જળબંબાકાર, તમારા વિસ્તારની શું છે પરિસ્થિતિ ખાસ જાણો


Photos: ગુજરાતીઓ...શનિ-રવિ આબુ જવાનું વિચારતા હોવ તો પહેલા આ તસવીરો જોઈ લો, નહીં તો


તિસ્તા પર શું છે આરોપ?
તિસ્તા સેતલવાડ પર આરોપ છે કે તેણે ગુજરાત રમખાણો પછી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (હવે વડાપ્રધાન)ને ફસાવવા માટે ખોટા પુરાવા સાથે ખોટા કેસ દાખલ કર્યા હતા. એટલું જ નહીં, તિસ્તાએ આમાં સસ્પેન્ડેડ આઈપીએસ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની મદદ લીધી હોવાનો આરોપ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube