બુરહાન પઠાણ/આણંદ: ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંભાતના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશનો પુજારી અમરનાથ વેદાંતી પુજા પાઠ કરતો હતો. ગામમાં આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં શ્રેમજીવી પરિવારની સગીરા 6 માસ અગાઉ મંદિરમા કચરા પોતાનુ કામ કરવા આવતી હતી. સગીરાને જોઇને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને સગીરાનો એકલતાનો લાભ લઇ તેને 6 મહિના અગાઉ બરજબરી કરી હતી.


આરોપી પુજારી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા, જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરીક સંબંધ બાંધતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો આણંદ સાઇબર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે પુજારી વિરુધ્ધ ગુનો નોંધી પૂજારીને કોર્ટ સમક્ષ હાજર કરી હાલ જુડીસ્યલ કસ્ટ્ડીમાં લઇ જેલ ભેગો કરાયો છે.


પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂા. 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube