ખુલાસો : નવરાત્રિમાં સરકારે મંદિર બંધ નથી કર્યા, ટ્રસ્ટોએ જાતે નિર્ણય લીધો છે, પ્રસાદ પેકિંગમાં અપાશે...
કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત સરકારે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે નવરાત્રિની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તો નવરાત્રિમાં માતાજીના અનેક મંદિરોના દ્વાર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે બંધ કરાયા છે. પરંતુ નવરાત્રિને લઈને રાજ્ય સરકારે મોટો ખુલાસો કર્યો છે. કોરોના કાળ દરમિયાન નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓના આધાર પર તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી.
આ પણ વાંચો : પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું સપનુ સાકાર કરશે સુરતીઓ, હવે જીઓફેબ્રિકનુ ઉત્પાદન શરૂ કર્યું
મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે ટ્રસ્ટે લીધો છે
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતા કહ્યું કે, કેટલીક જગ્યાએ નવરાત્રિના સમયમાં મંદિરમાં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોવાથી તે ધર્મસ્થળોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે કેટલાક મંદિર પર્વતની ટોચ ઉપર હોવાના કારણે મંદિરે દર્શન જાય તો ત્યાં સંક્રમણની સંખ્યા મહત્તમ રહે. આવામાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી નિયમો અને નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા-આરતી હોવાની પ્રક્રિયા ચાલુ રહેવાની છે મંદિર સુધીનો માર્ગ ઓછામાં ઓછો દાખલ થઈ શકે ત્યાંની પરિસ્થિતી હોવાના કારણે વચ્ચેના ભાગમાં એલઈડીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેવી સુવિધા ઉભી કરી છે.
આ પણ વાંચો : ગોકળગાયની ગતિએ કામ કરે છે ગુજરાતનું સાયબર ક્રાઈમ વિભાગ, ઢગલાબંધ કેસનો કોઈ નિવેડો નહિ
સંક્રમણ ન ફેલાય તે માટે બંધ પેકેટમાં પ્રસાદ અપાશે
લોકડાઉન ખૂલ્યુ ત્યારથી મંદિરોમાં સૂચનાઓનું પાલન કરીને મંદિરો ખુલ્લા કરાયા છે. નવરાત્રિ દરમિયાન જેતે મંદિર ટ્રસ્ટોએ પોતાના સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધા છે. આ નવરાત્રિના સમય દરમિયાન ધર્મસ્થાનો મંદિરો ઉપર કોરાનાનું સંક્રમણ વધે નહિ તે ધ્યાનમાં રાખીને મળતો પ્રસાદ બંધ પેકિંગના અંદર આપવાનો નિર્ણય લીધો છે. સંક્રમણ વધે નહિ તે માટે આ નિર્ણય લેવાય છે. પ્રસાદ હાથમાં આપવાથી સંક્રમણ ફેલાવાની શક્તયા વધુ રહે છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રી માં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, કિરીટસિંહ રાણાને ઉમેદવાર જાહેર કર્યાં
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ગુજરાતનું ફેમસ પાવાગઢ મંદિર અને આશાપુરા મંદિર બંધ રહેશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.