લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, કિરીટસિંહ રાણાને ઉમેદવાર જાહેર કર્યાં

લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં ‘પહેલે આપ, પહેલે આપ’ જેવી સ્થિતિ રાખી હતી. આખરે ભાજપે કિરીટસિંહના નામ પર મહોર મારી

લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, કિરીટસિંહ રાણાને ઉમેદવાર જાહેર કર્યાં

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (gujarat byelection) યોજાવાની છે. ત્યારે ભાજપે 8 માંથી 7 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે. એકમાત્ર લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી હતી. જોકે, લીંબડી બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને ટિકિટ આપી છે. ત્યારે કિરીટસિંહ રાણા 15 ઓક્ટોબરના રોજ ફોર્મ ભરશે. કિરીટસિંહ રાણા આ પહેલા 4 વાર ધારાસભ્ય બન્યા છે. તેઓ 1995-1997, 1998-2002, 2007-2012, 2013-2017 માં ધારાસભ્ય પદે રહ્યાં હતા. તો 1998-2002 અને 2007-2012 ની ટર્મમાં 2 વાર રાજયકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. 

પહેલેથી જ કિરીટસિંહનું નામ ચર્ચામાં હતું 
બંને પક્ષોએ લીંબડી બેઠક ( limbdi) માટે ઉમેદવારાના નામની જાહેરાત બાકી રાખી હતી. બંને પક્ષો માટે આ બેઠક પર કોકડુ ગૂંચવાયેલું હતુ. લીંબડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ-ભાજપની મૂંઝવણ વધી હતી. કારણ કે, બંને રાજકીય પાર્ટીઓ ક્ષત્રિય-કોળી પટેલના રાજકીય ગણિતમાં અટવાઈ હતી. બંને રાજકીય પાર્ટી કોને ટિકિટ આપવી એને લઇ મોટી મૂંઝવણ હતી. ભાજપ ઉમેદવારની જાહેરાત બાદ કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ મુજબ નામ જાહેર કરશે તેવુ કહેવાતુ હતું. ભાજપમાં પહેલેથી જ કિરીટસિંહ રાણાનું નામ ચર્ચામાં હતું. જોકે ભાજપે લીંબડી બેઠક સિવાયના તમામ નામોની જાહેરાત કરી હતી. પરંતુ લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં ‘પહેલે આપ, પહેલે આપ’ જેવી સ્થિતિ રાખી હતી. આખરે ભાજપે કિરીટસિંહના નામ પર મહોર મારી હતી.  

જોકે, કોંગ્રેસની મૂંઝવણ હજી દૂર થઈ નથી. કોંગ્રેસે હજી સુધી ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસ આ મામલે ભાજપના ઉમેદવારની રાહ જોઈને બેસ્યુ હતું. ત્યારે હવે ભાજપે ઉમેદવાર જાહેર કરતા જલ્દી જ કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news