ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી મંદિર ખોલવા મુદ્દે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.


પક્ષપલટાના દોર વચ્ચે પાટીદાર અંગે બોલતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની જીભ લપસી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે, મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહારાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.મંદિરો ખૂલવાની વાત સાથે જ સૌથી વધુ ચર્ચામાં ભગવાન જગન્નાથજી 143 મી રથયાત્રા છે.


અમદાવાદ સૌથી વધુ કોરોનાની ઝપેટમાં, દિલ્હી-મુંબઈ કરતા પણ વધુ મોત 


ગઈકાલે જળયાત્રા બાદ હવે મામેરાના દર્શન પણ સાદગીપૂર્વક યોજવાની શક્યતા છે. મંદિરના ટ્રસ્ટીઓ સરકાર સાથે બેઠક કરશે. મોસાળમાં મામેરાના દર્શનને લઈને ભક્તોને પરવાનગી આપવી કે નહિ આ મામલે બેઠકમા ચર્ચા કરાશે. આ વર્ષે સમગ્ર સરસપુરવાસીઓ ભગવાનનું મામેરું કરશે. મોસળિયાઓ પોતાની યથાશક્તિ મુજબ મામેરામાં દાન કરી શકશે. આ વખતે મામેરામાં યજમાન નહિ હોય. મંદિરમાં ભક્તોની ભીડને બદલે સન્નાટો જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર