• રોડ પર માસ પડેલું હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને રસ્તો ધોઈ ચોખ્ખો કરવામાં આવ્યો હતો

  • આ ગૌમાંસ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. માંસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા


ચેતન પટેલ/સુરત :સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવા ગેટ તરફ જતા બ્રિજ પાસે વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પામાં માંસ હોવાથી રોડ પર માંસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ટેમ્પા ચાલક ઈસમો ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઉપરાંત ટેમ્પામાં ગૌમાંસ હતું કે કેમ તે માટે માંસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : મહંત જયરામદાસ બાપુ કેસમાં રાજકોટ પોલીસના હાથ લાગ્યો વીડિયો, જેમાં દેખાઈ 2 મહિલાઓ


રોડ પર ચારેતરફ માંસના લોચા વેરવિખેર પડ્યા 


સુરત શહેરમાં વહેલી સવારે એક અકસ્માતની ઘટના બની હતી. વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. આ દરમ્યાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માંસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર માસ પડેલું હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને રસ્તો ધોઈ ચોખ્ખો કરવામાં આવ્યો હતો. થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો. જો કે બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઇ ગયો હતો. 


આ પણ વાંચો : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે : ગૃહરાજ્ય મંત્રી


ટેમ્પામાં ગૌમાસ હતું કે કેમ તે અંગે તપાસ શરૂ 


અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર મોટી સંખ્યામાં માંસના લોચા જોઈ તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ સૌ પ્રથમ રસ્તો ધોવડાવી રસ્તો ચોખ્ખો કર્યો હતો. બાદમાં આ ગૌમાંસ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. માંસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. અને જો આ ગૌમાંસ હોવાનું બહાર આવશે તો આ મામલે ગુનો નોધી તપાસ પણ શરુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. 


ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા  અને આ મામલે તપાસ શરુ કરી હતી